Home> Spiritual
Advertisement
Prev
Next

Venus Transit 2025: આ 5 રાશિઓના જીવનમાં સુખ, વૈભવ, ખુશીઓની નહીં રહે ખામી, 60 દિવસ સુધી શુક્ર વરસાવશે ધન

Venus Transit 2025: વૈદિક જ્યોતિષ અનુસાર જીવનમાં સુખ, વૈભવ અને ધન શુક્ર ગ્રહના કારણે વધે છે. ભૌતિક સુખ આપનાર શુક્ર 1 ફેબ્રુઆરી 2025 ના રોજ નક્ષત્ર પરિવર્તન કરશે. આ નક્ષત્ર પરિવર્તન 5 રાશિઓ માટે શુભ છે.

Venus Transit 2025: આ 5 રાશિઓના જીવનમાં સુખ, વૈભવ, ખુશીઓની નહીં રહે ખામી, 60 દિવસ સુધી શુક્ર વરસાવશે ધન

Venus Transit 2025: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ 1 ફેબ્રુઆરી અને શનિવારે સવારે 8:37 મિનિટે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ ગણના અનુસાર આ નક્ષત્રમાં શુક્ર 1 એપ્રિલ 2025 સુધી બિરાજમાન રહેશે. શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન વિશેષ છે કારણ કે પહેલી વખત શુક્ર 60 દિવસ સુધી એક નક્ષત્રમાં રહેશે. સામાન્ય રીતે કોઈપણ નક્ષત્રમાં શુક્ર 12 થી 15 દિવસ જ ગોચર કરે છે. જેના કારણે આ ઘટનાને વિશેષ જ્યોતષીય ઘટના ગણવામાં આવી રહી છે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 31 જાન્યુઆરી: આજે આવકના નવા સ્ત્રોત સર્જાશે, ખુશીમાં વધારો થશે

શુક્ર ગ્રહ 60 દિવસ સુધી ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. ત્યાર પછી એક એપ્રિલ 2025 ના રોજ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. હાલ શુક્ર ગ્રહ મીન રાશિમાં ગોચર કરે છે. શુક્રનું આ વિશેષ નક્ષત્ર પરિવર્તન પાંચ રાશિના લોકો માટે અત્યંત સકારાત્મક રહેશે. 

શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ 5 રાશિઓને થશે લાભ 

આ પણ વાંચો: કરિયર, સ્વાસ્થ્ય અને પ્રેમની દ્રષ્ટિએ 12 રાશિઓ માટે ફેબ્રુઆરી મહિનો કેટલો શુભ ?

વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રનું આ ગોચર આ રાશિના લોકોને વિશેષ રૂપે લાભ કરાવશે. નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નફો મળી શકે છે. પ્રમોશન કે પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અંગત જીવનમાં રોમાન્સ વધશે. લગ્નના શુભ યોગ બની શકે છે. 

આ પણ વાંચો: Eye Twitching: ડાબી કે જમણી ? સ્ત્રીઓ માટે કઈ આંખ ફરકવી શુભ ? જાણો આંખ ફરકવાના સંકેત

સિંહ રાશિ 

સિંહ રાશિના લોકો માટે શુક્ર ભાગ્ય વર્ધક રહેશે. કારકિર્દીમાં નવી શરૂઆત થઈ શકે છે. વેપારીઓ માટે સમય શુભ. પરિવારમાં સુખ, શાંતિ અને પ્રસન્નતા રહેશે. વિવાહ યોગ્ય લોકોના લગ્ન થઈ શકે છે. આ સમય દરમિયાન યાત્રા ફળદાયી રહેશે. જીવનમાં સહકારાત્મક પરિવર્તન આવશે. 

આ પણ વાંચો: Pishach Yog: શનિ-રાહુની અશુભ યુતિથી બનશે પિશાચ યોગ, આ 5 રાશિવાળાઓની વધશે પરેશાની

તુલા રાશિ 

તુલા રાશિનો સ્વામી ગ્રહ પણ શુક્ર છે. શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિને જબરદસ્ત લાભ થશે. પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે અને તણાવ દૂર થશે. અવિવાહક લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. કારકિર્દીમાં સફળતાને અટકેલું ધન પરત મળશે. મન સન્માન વધશે. સંબંધો મજબૂત થશે. 

આ પણ વાંચો: 2 ફેબ્રુઆરીએ શનિની સ્થિતિ બદલશે, 3 રાશિઓનું ભાગ્ય થશે મજબૂત, થશે અણધાર્યો લાભ

મકર રાશિ 

મકર રાશિના લોકો માટે આ ગોચર આર્થિક લાભ કરાવનાર સાબિત થશે. કરજ મુક્તિ થશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સારો સમય. પારિવારિક જીવનમાં આનંદ અને સુખ વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આર્થિક નિર્ણય લાભદાયી સાબિત થશે. 

મીન રાશિ 

મીન રાશિના લોકો માટે શુક્રનું ગોચર સકારાત્મક રહેશે. વિદેશી યાત્રાથી લાભનો સંકેત. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. માનસિક શાંતિ મળશે. વિદેશમાં નોકરી કે વેપારનું વિચારી રહ્યા છો તો સમય સારો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More