Shukra Nakshatra Parivartan 2025 Rashifal: જ્યોતિષ ગણના અનુસાર એપ્રિલ મહિનો રાશિ ચક્રની કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ રહેવાનો છે. આ મહિનામાં ઘણા ગ્રહ રાશિ બદલશે અને કેટલાક ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરશે. આ મહિનાના પહેલા દિવસે જ શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે. વર્તમાન સમયમાં શુક્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. 1 એપ્રિલથી શુક્ર ચાલ બદલશે જેના કારણે ઘણી બધી રાશિના લોકોને ફાયદો થવાનો છે. જેમાંથી 2 રાશિ એવી છે જેમને સૌથી વધારે ફાયદો થશે.
આ પણ વાંચો: Budh Margi 2025: 7 એપ્રિલથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, માર્ગી બુધ અપાવશે સફળતા અને ધન
શુક્રનું નક્ષત્ર પરિવર્તન
વર્તમાન સમયમાં સુખનો કારક શુક્ર ગ્રહ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છે. આ નક્ષત્રમાં શુક્ર 31 માર્ચ 2025 સુધી રહેશે અને બીજા દિવસે એટલે કે એક એપ્રિલ 2025 ના રોજ શુક્ર દેવ પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. શુક્રનો આ નક્ષત્રમાં પ્રવેશ 2 રાશિના લોકોને વિશેષ ફાયદો કરાવશે.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રીમાં મંગળ બદલશે રાશિ, કન્યા સહિત 3 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ
શુક્રનું નક્ષત્ર પરિવર્તન મીન રાશિ માટે શુભ
શુક્રનું નક્ષત્ર પરિવર્તન કુંભ અને મીન રાશિના લોકોને સૌથી વધુ ફાયદો કરાવશે. વર્તમાન સમયમાં શુક્ર મીન રાશિમાં બિરાજે છે આ રાશિમાં શુક્ર ઉચ્ચ નો હોય છે. તેથી મીન રાશિના લોકોને બધા જ પ્રકારના સુખોની પ્રાપ્તિ થશે. એક એપ્રિલથી જીવનમાં શુભ સમય શરૂ થઈ જશે. કારકિર્દી અને કારોબાર સંબંધીત સમસ્યાઓ દૂર થવા લાગશે. વેપારને નવી ઊંચાઈઓ મળશે અને નોકરી સંબંધિત સમસ્યા પણ દૂર થઈ જશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
આ પણ વાંચો: Shukra Gochar 2025: આ 3 રાશિઓનો દાયકો થયો શરુ, બગડેલા કામ પણ બનવા લાગશે, વધશે ધન
શુક્રનું નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિને કરાવશે લાભ
કુંભ રાશિ માટે પણ શુક્રની બદલાયેલી ચાલ ફાયદો કરાવનાર સાબિત થશે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. કુંભ રાશિના લોકોને જીવનમાં નવી શરૂઆત કરવાની તક મળશે. માર્ચ મહિનાના અંતથી આ રાશિની સાડાસતીનું બીજું ચરણ પૂરું થઈ જશે અને ત્રીજું ચરણ શરૂ થશે. જોકે શુક્રના પ્રભાવથી આ રાશિના લોકોની રોજગારની સ્થિતિ સુધરશે. વેપારમાં પ્રગતિ જોવા મળશે. અંગત જીવનમાં પ્રેમ વધશે. ચિંતા દૂર થશે. કામમાં સફળતા મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે