Astrology: નવેમ્બર મહિનામાં કેટલાક ગ્રહો રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરવાના છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કોઈપણ ગ્રહ જ્યારે ગોચર કરે છે તો તેનો શુભ અને અશુભ પ્રભાવ 12 રાશિઓ પર પડે છે. ગ્રહગોચર ની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. ગોચરના કારણે કેટલીક રાશિના લોકોને એક મહિના સુધી લાભ મળતો રહેશે.
આ પણ વાંચો: Vastu Tips: ઘરની આ 3 વસ્તુને ખાલી ક્યારેય ન રાખવી, રાખવાથી ઘરમાં નથી ટકતું ધન
પંચાંગ અનુસાર 6 નવેમ્બરે શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી સૂર્ય અને બુધ પોતાની ચાલ બદલશે. 15 નવેમ્બરે ગ્રહોના રાજા સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 25 નવેમ્બરે બુધ વક્રી થશે. આમ નવેમ્બર મહિનાની શરૂઆતથી અંત સુધીમાં ત્રણ મહત્વના ગ્રહો પોતાની ચાલ બદલશે જેના કારણે ત્રણ રાશિના લોકોને સારા પરિણામ મળવાના છે. નવેમ્બર મહિનામાં 30 દિવસ સુધી ત્રણ રાશિના લોકોને સુખ સમૃદ્ધિ અને પ્રેમ મળતા રહેશે. તો ચાલો તમને જણાવીએ ત્રણ ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે.
આ પણ વાંચો:ગુરુ અને ચંદ્ર ગ્રહ બનાવશે ગજકેસરી યોગ, વૃષભ, કર્ક સહિત 4 રાશીને થશે બમ્પર ફાયદો
કર્ક રાશિ
સૂર્ય, બુધ અને શુક્રના ગોચર થી કર્ક રાશિના લોકોને નવેમ્બર મહિનામાં સારો એવો લાભ મળશે. કર્ક રાશીના લોકો જે પોતાનો વેપાર કરે છે તેમનો નફો વધી શકે છે. વેપાર સંબંધિત યાત્રા ના પણ સારા પરિણામ આવી શકે છે. આ મહિનામાં દરેક યોજના સફળ થશે. કર્ક રાશીના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે
આ પણ વાંચો:શનિ ગ્રહ શુક્ર સાથે બનાવશે યુતિ, 3 રાશિવાળા રાજસુખ ભોગવશે, ધન લાભ સહિતના ફાયદા થશે
તુલા રાશિ
ગ્રહોના રાજા સૂર્ય, બુધ અને શુક્ર ગોચર કરશે જેના કારણે જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. આ સમય દરમિયાન અટકેલા કામ પુરા થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. તુલા રાશી ના લોકો ના લગ્ન નક્કી થાય તેવી પણ સંભાવના છે. નોકરી કરતા લોકોની સમસ્યા દૂર થશે અને કરજથી મુક્તિ મળશે. વેપાર કરતા લોકોને કાનૂની મામલાઓમાં રાહત મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
આ પણ વાંચો:શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્ય
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે પણ સૂર્ય, બુધ અને શુક્રનું ગોચર લાભકારી રહેશે. પ્રેમ સંબંધોમાં આવી રહેલી સમસ્યા દૂર થશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. જીવનની સમસ્યાઓથી રાહત મળશે. કુંભ રાશીના લોકોને નવી નોકરી કે વ્યવસાય માટે સારી તક પ્રાપ્ત થશે. વેપાર કરતાં લોકો માટે સમય સારો રહેવાનો છે. આ સમય દરમિયાન નફો અનેક ગણો વધશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે