Shukra Uday: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન-એશોઆરામ, પ્રેમ, સૌંદર્ય અને ઐશ્વર્ય આપનારો ગ્રહ ગણાવવામાં આવ્યો છે. શુક્ર ગ્રહ શુભ હોય તો જાતક શાનદાર, એશોઆરામવાળું જીવન જીવે છે. ગત 2 ઓક્ટોબરથી શુક્ર ગ્રહ અસ્ત હતો, જેના કારણે લગ્ન જેવા શુભ પ્રસંગો પણ બંધ હતા. આ સાથે જ કેટલીક રાશિઓ પર ખરાબ અસર પણ પડી રહી હતી. 20 નવેમ્બર 2022નો રોજ શુક્રનો ઉદય થઈ ગયો છે. આ સાથે જ કેટલાક લોકોના સારા દિવસો પણ શરૂ થઈ ગયા છે. શુક્રનો આ ઉદય કઈ રાશિના જાતકો પર સારી અસર પાડશે તે જાણો.
શુક્રનો ઉદય આ રાશિના જાતકોનું ચમકાવી નાખશે ભાગ્ય
વૃષભ રાશિ
શુક્રનો ઉદય વૃષભ રાશિના લોકો માટે ખુબ શુભ છે. વૃષભ રાશિનો સ્વામિ શુક્ર ગ્રહ છે. આ જાતકોનું વૈવાહિક જીવન સારું બનશે. અપરણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે. લગ્ન થાય તેવા પ્રબળ યોગ છે. કરિયર સારી બનશે. ધનલાભ થશે. ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિનો પણ સ્વામી શુક્ર છે. શુક્રનો ઉદય તુલા રાશિવાળા માટે ખુબ લાભદાયી સાબિત થશે. તેમની આવક વધશે. આવકમાં વધારો આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. વિવાહ થઈ શકે છે. પાર્ટનર સાથે સારું બનશે. નવું ઘર-ગાડી ખરીદી શકો છો.
કર્ક રાશિ
શુક્રનો ઉદય કર્ક રાશિના જાતકો માટે ખુબ શુભ પરિણામ આપશે. જોબ-બિઝનેસમાં લાભ થશે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. વેપારમાં લાભ થશે. ખાસ કરીને જે લોકો ભાગીદારીમાં કામ કરે છે તેમને ખુબ ફાયદો થઈ શકે છે. અટકેલા કામ પૂરાં થશે. દાંપત્ય જીવનમાં ખુશહાલી આવશે. અપરણિત જાતકોના વિવાહ થવાના પ્રબળ યોગ છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે