Home> Spiritual
Advertisement
Prev
Next

વક્રી શુક્ર વૃષભ સહિત આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, બેંક બેલેન્સમાં તગડો વધારો થશે

Vakri Shukra 2023 in Kark: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ સાથે આપણા જીવનના કોઈને કોઈ પહેલુંનો સંબંધ જણાવાયો છે. જેમ કે શુક્રનો સંબંધ ભૌતિક સુખ, ધન, વિલાસતા, પ્રેમ, રોમાન્સ, સૌંદર્ય, આકર્ષણ સાથે છે. જ્યારે પણ શુક્ર રાશિ પરિવર્તન કરે છે કે ચાલમાં ફેરફાર કરે છે ત્યારે તેની અસર તમામ લોકો પર પડે છે.

વક્રી શુક્ર વૃષભ સહિત આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, બેંક બેલેન્સમાં તગડો વધારો થશે

Vakri Shukra 2023 in Kark: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ સાથે આપણા જીવનના કોઈને કોઈ પહેલુંનો સંબંધ જણાવાયો છે. જેમ કે શુક્રનો સંબંધ ભૌતિક સુખ, ધન, વિલાસતા, પ્રેમ, રોમાન્સ, સૌંદર્ય, આકર્ષણ સાથે છે. જ્યારે પણ શુક્ર રાશિ પરિવર્તન કરે છે કે ચાલમાં ફેરફાર કરે છે ત્યારે તેની અસર તમામ લોકો પર પડે છે. હાલ શુક્ર ગ્રહ સિંહ રાશિમાં છે પંરતુ 23 જુલાઈથી શુક્ર વક્રી  થશે અને 7 ઓગસ્ટ સુધી ઉલટી ચાલ ચલશે. શુક્ર કર્ક રાશિમાં વક્રી થશે. શુક્રની ઉલટી ચાલની અસર તમામ રાશિવાળા પર થશે અને 4 રાશિવાળા માટે તે ખાસ રહેશે. કઈ રાશિવાળાને તેનો ફાયદો થશે તે ખાસ જાણો. 

fallbacks

વક્રી શુક્ર કરાવશે આ લોકોને તગડો લાભ

વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર અને શુક્રની વક્રી ચાલ આ રાશિના જાતકોને ખુબ લાભ કરાવશે. આ જાતકોને મનગમતું પદ  અને વેતન મળી શકે છે. જેનો તેમને લાંબા સમયથી ઈન્તેજાર હતો. વેપારીઓને પણ તગડો લાભ થશે. તમે કોઈ રોમેન્ટિક સંબંધમાં પ્રવેશ કરી શકશો. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. કરજથી છૂટકારો મળશે. 

સિંહ રાશિ
વક્રી શુક્ર સિંહ રાશિવાાળાઓને કરિયર મામલે ખુબ લાભ કરાવશે. તમે કોઈ મોટી ઉપલબ્ધિ મેળવી શકો છો. સીનિયર્સ તરફથી જરૂરી સહયોગ મળશે. પરિવારમાં ખુશીઓ રહેશે. સિંગલ જાતકોના વિવાહ નક્કી થઈ શકે છે. 

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શુક્રની વક્રી ચાલ તગડો ધનલાભ કરાવશે. તમને ભાગ્ય સાથ આપશે. આવક વધારવાની તકો મળશે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. એવું કહી શકાય કે સમય પદ, પૈસા, પ્રતિષ્ઠા, ખુશીઓ બધુ જ આપશે. 

ગુરુની ઉલ્ટી ચાલ આ 3 રાશિવાળાને કરી નાખશે માલામાલ! કરિયરમાં મોટી સફળતા અપાવશે

Surya Gochar 2023: આગામી દિવસોમાં ખૂબ સાચવીને રહેજો, આ 4 રાશિનો શરૂ થયો ખરાબ સમય!

બે શક્તિશાળી ગ્રહોની યુતિ આ 3 રાશિવાળા માટે વરદાન સાબિત થશે, અચાનક ધનલાભના યોગ

મકર રાશિ
શુક્રનું વક્રી  થવું એ મકર રાશિવાળાને આર્થિક લાભ કરાવશે. તમે તમારી કરિયરમાં સકારાત્મક પરિણામ મેળવશો. વ્યવસાયમાં લાભ થશે. નવું કામ શરૂ કરી શકો છો. વૈવાહિક જીવન, પ્રેમ જીવનમાં ખુશીઓ વધશે. પાર્ટનર સાથે સારું બનશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More