Home> Spiritual
Advertisement
Prev
Next

Shukrawar Upay: શુક્રવારે કરો દીવા સંબંધિત આ ટોટકો, ઘરમાં સ્થાયી થશે માતા લક્ષ્મી

Dhan Prapti Upay: જો ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તેવી ઈચ્છા હોય તો શુક્રવાર માતા લક્ષ્મીની પૂજા દરમિયાન દીવા સંબંધિત આ નિયમોનું પાલન કરવું જોઈએ. માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે દીવા સંબંધિત આ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિ પર હંમેશા લક્ષ્મીની કૃપા રહે છે.
 

Shukrawar Upay: શુક્રવારે કરો દીવા સંબંધિત આ ટોટકો, ઘરમાં સ્થાયી થશે માતા લક્ષ્મી

Dhan Prapti Upay: સનાતન ધર્મમાં પૂજાના વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે. રોજ ઘરમાં થતી પૂજામાં તેનું  કરવામાં આવે છે. પૂજા દરમિયાન રોજ દીવો પણ કરવામાં આવ છે. શાસ્ત્રોમાં દીવા સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તેવી ઈચ્છા હોય તો શુક્રવાર માતા લક્ષ્મીની પૂજા દરમિયાન દીવા સંબંધિત આ નિયમોનું પાલન કરવું જોઈએ. માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે દીવા સંબંધિત આ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિ પર હંમેશા લક્ષ્મીની કૃપા રહે છે. તેમના ઘરમાં ધનની ખામી રહેતી નથી. તો ચાલો તમને જણાવીએ શુક્રવારે કરવાના આ ચમત્કારી ઉપાય વિશે.

fallbacks

ચોખા
દરેક પ્રકારની પૂજામાં ચોખાનો ઉપયોગ થાય જ છે. કારણ કે તેની ગણના શુભ વસ્તુઓમાં થાય છે.  જો તમે શુક્રવારથી શરુ કરી દરરોજ દેવી લક્ષ્મીની સામે દીવો પ્રગટાવો અને તેની નીચે અક્ષત રાખો છો તો ઘરમાં ધનની આવક વધવા લાગે છે. 

આ પણ વાંચો:

Vakri Guru 2023: 31 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓને મળશે લખલૂટ પૈસા, વક્રી ગુરુ કરશે કૃપા

શાંત સ્વભાવ અને કોમળ હૃદયના હોય છે આ તારીખે જન્મેલા લોકો, બુદ્ધિ હોય ચાણક્ય જેવી

Shukra Gochar 2023: આ રાશિઓ પર માં લક્ષ્મી થયા મહેરબાન, 1 મહિનામાં આ લોકો બનશે અમીર

અડદની દાળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની સુખ-સમૃદ્ધિને ખરાબ નજર લાગી હોય તો તેણે દેવી લક્ષ્મીની સામે દીવો પ્રગટાવવો અને તેની નીચે અડદની દાળના કેટલાક દાણા રાખવા જોઈએ. આમ કરવું શુભ માનવામાં આવે છે.  તેનાથી નજરદોષ દુર થાય છે.
 
ચણાની દાળ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિશા ધનના દેવ કુબેર સાથે સંબંધિત છે. તેથી આ દિશામાં દીવો કરતી વખતે તેની નીચે ચણાની દાળ રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી તેમજ ભગવાન કુબેર પ્રસન્ન થાય છે.

ઘઉં
જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે દીવા નીચે ઘઉં રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારની આર્થિક  સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More