Home> Spiritual
Advertisement
Prev
Next

પાર્ટનરથી છાને-છાને બીજે ચક્કર ચલાવવામાં હુરા હોય છે આ રાશિવાળા! ચેક કરી લેજો તમારા બકુ-ચકુની રાશિ

How to Flirt with Girls: આ રાશિના યુવકો ખૂબ ઝડપથી કોઈના પર પણ આકર્ષિત થઈ જાય છે. તેમને કોઈને પણ કંઈ પણ કહેવામાં કોઈ શરમ આવતી નથી. આ રાશિના લોકો સ્વભાવથી જ ખૂબ ફ્લર્ટ કરવાવાળા હોય છે. જાણો તમારી રાશિ અને તેમાં શું છે ખાસ ગુણ...

પાર્ટનરથી છાને-છાને બીજે ચક્કર ચલાવવામાં હુરા હોય છે આ રાશિવાળા! ચેક કરી લેજો તમારા બકુ-ચકુની રાશિ

How to Flirt with Girls: જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિ છે અને દરેક રાશિનો સ્વામી નવ ગ્રહમાંથી એક ગ્રહ હોય છે. દરેક રાશિના સ્વામી ગ્રહની તે રાશિના લોકો પર વિશેષ કૃપા હોય છે. તેના માટે સ્વામી ગ્રહનો પ્રભાવ જે તે રાશિ સાથે સંકળાયેલા લોકો પર પડે છે.

fallbacks

કન્યા-
કહેવામાં આવે છે કે પ્રેમની બાબતમાં કન્યા રાશિના લોકોને સમજવું થોડું મુશ્કેલ હોય છે. આ રાશિના યુવકો કોઈની સાથે ફ્લર્ટ ત્યારે જ કરે છે જ્યારે તે સામેની યુવતી માટે ગંભીર હોય. જો તમારો પાર્ટનર કન્યા રાશિનો છે તો તમે સૈભાગ્યશાળી છો. આ રાશિના લોકો પર પ્રેમ સબંધ અંગે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે. 

તુલા-
તુલા રાશિના યુવકો ખૂબ ઝડપથી કોઈના પર પણ આકર્ષિત થઈ જાય છે. તેમને કોઈને પણ કંઈ પણ કહેવામાં કોઈ શરમ આવતી નથી. આ રાશિના લોકો સ્વભાવથી જ ખૂબ ફ્લર્ટ કરવાવાળા હોય છે. 

મેષ-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના છોકરાઓ ફ્લર્ટ કરવામાં હોશિયાર હોય છે. આ રાશિના છોકરાઓ છોકરીઓને આકર્ષિત કરવા માટે કોઈને કોઈ જુગાડ કરે છે. માનવામાં આવે છે કે, આ રાશિના યુવકો પ્રેમ અંગે ગંભીર હોતા નથી. આ રાશિના યુવકો માત્ર ફ્લર્ટ કરે છે.

મિથુન- 
આ રાશિના છોકરાઓની પર્સનાલિટી ખૂબ ચાર્મિંગ હોય છે. પોતાની આ જ ખાસીયતના દમ પર તે છોકરીઓને આકર્ષિત કરે છે. આ રાશિના છોકરાઓ તેના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે અને તે છોકરી માટે કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પ્રેમમાં આ રાશિના છોકરાઓને ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે. 

સિંહ- 
આ રાશિના છોકરાઓ આસાનીથી લોકોને પોતાની વાતોમાં લઈ લે છે. આ લોકોને સુંદર વસ્તુઓ ખૂબ આકર્ષિત કરે છે. આવામાં તેમની મિત્રતા કોઈ સુંદર છોકરી સાથે થઈ જાય તો તે છોકરી સાથે ફ્લર્ટ કરવા લાગે છે. આ રાશિના યુવકો કોઈની માટે ઝડપથી સીરિયસ નથી થતા પરંતુ જો એક વખત ગંભીર થઈ ગયા તો પુરી ઈમાન્દારી સાથે સબંધ નિભાવે છે. 

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓના આધાર પર છે. Zee 24 કલાક આ લેખની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More