Get Visa in One Day: ઘણા લોકો સાથે એવું થાય છે કે તેમણે વિદેશ થવાની પૂરી તૈયારી કરી લીધી હોય બધા જ ડોક્યુમેન્ટ ઓકે હોય તેમ છતાં તેમને વિઝા નથી મળતા. વિદેશ જવાની બધી જ તૈયારી પણ કરી લીધી હોય તેમ છતાં વિઝા મળવામાં કોઈને કોઈ સમસ્યા આવે છે અને વિદેશ યાત્રા અટકી જાય છે. ખાસ કરીને જે વિદ્યાર્થી ભણવા માટે અને વિદેશ સ્થાયી થવા માટે જવાનું મન બનાવે છે તેમને કેટલીક વખત કિસ્મત સાથ નથી આપતી.
વિદેશ યાત્રાના યોગ બનતા બનતા અટકી જતા હોય અને વિઝા ન મળતા હોય તો તેવી સ્થિતિમાં કેટલાક ઉપાયો કરી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો જણાવ્યા છે જેને કરવાથી તમારું વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. જો તમે વિદેશમાં જઈને સ્થાયી થવા માંગો છો અને ડોલરમાં કમાણી કરવા માંગો છો તો આ ઉપાય કરવાથી તમને જરૂરથી લાભ થશે.
આ પણ વાંચો:
Money Tips: વ્યક્તિની આ આદતો તેને કરે છે બરબાદ અને બનાવે છે ગરીબ, તમને તો નથી ને ?
નોકરી-ધંધામાં નથી મળતી સફળતા ? તો અજમાવો મીઠાના આ ટોટકા, રાતોરાત ચમકશે ભાગ્ય
3 રાશિના લોકો દિવસ રાત ગણશે રુપિયા, બુધ ગ્રહનું રાશિ પરિવર્તન બનાવશે રાતોરાત કરોડપતિ
વિદેશ યાત્રાના યોગ માટેના ઉપાય
1. જો કોઈ વ્યક્તિને વિદેશ યાત્રા કરવી છે તો તેને ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં રહેવાનું શરૂ કરવું જોઈએ. આ દિશામાં રહેવાથી વિદેશ યાત્રા કરવામાં મદદ મળે છે. જો ઘરની આ દિશામાં રહેવું શક્ય ન હોય તો વિદેશ યાત્રા સંબંધિત ડોક્યુમેન્ટ્સ, વિઝા, પાસપોર્ટ બધી જ વસ્તુને આ દિશામાં રાખો.
2. વિદેશ યાત્રાના યોગને પ્રબળ બનાવવા માટે ઘરમાં ઉત્તર પશ્ચિમ દિશાની દીવાલ ઉપર પાણીમાં જહાજ તરતું હોય તેવી પેન્ટિંગ લગાવો.
3. જો કોઈ વ્યક્તિને વિદેશમાં જઈને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો જે ટેબલ પર બેસીને તે કામ કરે છે તે ટેબલ ઉપર પ્લેનનું એક મોડલ રાખી શકાય છે આ પ્લેનનો ફેસ એ દિશા તરફ રાખો જ્યાં તમારે જાવું હોય.
4. જે વ્યક્તિને પોતાના વિઝા પાસ કરાવવા હોય તેને વિદેશ યાત્રા સંબંધિત પોતાના ડોક્યુમેન્ટ ને દક્ષિણ પશ્ચિમ દિશામાં ક્યારેય ન મુકવા.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે