Home> Spiritual
Advertisement
Prev
Next

18 મહિના બાદ બનશે શુક્ર-સૂર્યની યુતિ, આ જાતકોને દરેક કાર્યમાં મળશે સફળતા, ધનલાભનો પણ યોગ

વૈદિક પંચાગ અનુસાર શુક્ર દેવ અને સૂર્ય દેવની યુતિ બનવા જઈ રહી છે. આ બંને ગ્રહોની યુતિ કેટલીક રાશિના જાતકો માટે શુભ રહેવાની છે. આ જાતકોનું ભાગ્ય આ સમય દરમિયાન ચમકી શકે છે. 

18 મહિના બાદ બનશે શુક્ર-સૂર્યની યુતિ, આ જાતકોને દરેક કાર્યમાં મળશે સફળતા, ધનલાભનો પણ યોગ

નવી દિલ્હીઃ Venys And sun Ki Yuti: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરી અન્ય ગ્રહોની સાથે યુતિનું નિર્માણ કરે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે 13 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ગોચક કરશે. ત્યારબાદ 24 એપ્રિલે ભૌતિક સુખના દાતા શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંને ગ્રહોની યુતિ મેષ રાશિમાં બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે તે લોકોની કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

fallbacks

સિંહ રાશિ
તમારા માટે સૂર્ય અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે ધાર્મિક કાર્યોમાં તમારૂ મન લાગશે અને પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક યાત્રાએ જઈ શકો છો. તો આ દરમિયાન તમારા અટવાયેલા કામ થશે. સાથે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે તેને સફળતા મળી શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂરી થશે. આ દરમિયાન તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ આવનારા 17 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન, સૂર્ય દેવ બનાવી દેશે માલામાલ

ધન રાશિ
સૂર્ય અને શુક્રની યુતિ ધન રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે આ દરમિયાન નોકરી કરનાર જાતકોને આ સમયમાં અનેક અવસર પ્રાપ્ત થશે અને પ્રભાવશાળી લોકોની સાથે તમારી ઓળખ વધશે. તો જે લોકોનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે, તે લોકોને સફળતા મળી શકે છે. આ દરમિયાન તમારી ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે અને તમે દરેક પડકારનો સામનો કરવામાં સક્ષમ થશો. 

તુલા રાશિ
શુક્ર અને સૂર્યનો સંયોગ તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી સપ્તમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. જો લગ્ન જીવનમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે. જે લોકો કુંવારા છે તેને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. સાથે આ દરમિયાન ભાગીદારીમાં ધંધો કરવાથી લાભ થશે. આ સમયમાં બેરોજગાર લોકોને રોજગારીની તક મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More