Sun Nakshatra Transit: જ્યોતિષ વિદ્યા અનુસાર સમય-સમય પર ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરે છે, જેના પરિણામ સ્વરૂપ 12 રાશિઓએ પ્રભાવ સહન કરવો પડે છે. તો ગ્રહોના દેવતા સૂર્ય દેવ 31 ઓગસ્ટ 2023ના દિવસે પોતાનું નક્ષત્ર પરિવર્તન કરવાના છે. સૂર્ય દેવ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે. મધા નક્ષત્રમાં ગોચર કરી રહેલ સૂર્ય દેવ 31 ઓગસ્ટના દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી કેટલાક રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. આવો જાણીએ તે રાશિઓ વિશે..
કર્ક રાશિ
સૂર્યના નક્ષત્ર પરિવર્તન કરવાથી તૈયારી કરી રહેલા કર્ક રાશિના વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે. કારોબારમાં બનાવેલી યોજનાઓ સફળતા પ્રાપ્ત કરશે. ભાગ્ય તમારો સાથ આપશે. વેપારની સ્થિતિમાં સુધાર થશે. તો અટવાયેલા નાણા પરત મળવાની સંભાવના છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્ન ખુબ ફાયદાકારક રહેવાનું છે. અચાનકથી ધનલાભ થઈ શકે છે. તો વેપારની સ્થિતિ સારી રહેવાની છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે સાથે પ્રેમી-પ્રેમિકાઓના સંબંધ મજબૂત બનશે.
આ પણ વાંચોઃ સાકરિયો સોમવાર...ભાખરિયો સોમવાર...કેટલાં સોમવાર કરવાથી શિવજી થાય છે પ્રસન્ન?
વૃશ્ચિક રાશિ
સૂર્યનું રાશિ નક્ષત્ર પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકો માટે લાભકારી માનવામાં આવી રહ્યું છે. આ રાશિના લોકોને યાત્રા પર જવાનો અવસર પ્રાપ્ત થશે. ઘર પરિવારના સભ્યોની સાથે સંબંધ મજબૂત બનશે. વેરામાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. તો તમારી આર્થિક સ્થિતિઓ પણ સારી થવાની છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન શુભ માનવામાં આવી રહ્યું છે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. તો રોકાણ કરવા માટે આ સમય સારો માનવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે