જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવને ગ્રહોના રાજાનો દરજ્જો મળેલો છે. મેષ રાશિ સૂર્ય દેવની ઉચ્ચ રાશિ ગણા છે. હાલમાં સૂર્ય દેવગુરુની રાશિ મીન રાશિમાં બિરાજમાન છે. જે 13 એપ્રિલના રોજ મંગળ દ્વારા શાસિત મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યની શુભ સ્થિતિ કેટલીક રાશિના જાતકો માટે શુભ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. 13 મે સુધી સૂર્ય દેવ મેષ રાશિમાં જ બિરાજમાન રહેશે. સૂર્ય દેવનું મેષ રાશિમાં ગોચર કોના માટે ભાગ્યશાળી રહેશે તે ખાસ જાણો...
મિથુન રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિવાળા માટે ફાયદાકારક રહેશે. તમને અનેક સોર્સથી આવક થશે. પરિવારનો ફૂલ સપોર્ટ મળશે. કરિયરમાં તમારી સ્કિલ સાથે તમે જીત મેળવી શકશો. લાઈફ પાર્ટનર સાથે પણ સંબંધ સારા રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે મેષ રાશિમાં સૂર્યનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. દરેક કામમાં તમારો પરચમ લહેરાવશો. ભાગ્યનો પણ સાથ મળશે. પોઝિટિવ ફીલ કરશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.
મેષ રાશિ
મેષ રાશિમાં સૂર્યનો પ્રવેશ આ રાશિના જાતકો માટે ખુબ લાભદાયી રહેશે. સૂર્ય અને ગુરુના શુભ પ્રભાવથી કરિયરમાં પ્રગતિ થશે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. તમારા અને તમારા પાર્ટનર વચ્ચે બોન્ડ સ્ટ્રોંગ રહેશે. ફાઈનાન્શિયલ પરિસ્થિતિ પણ સારી રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે