Home> Spiritual
Advertisement
Prev
Next

Surya Gochar 2023: કુંભ રાશિમાં સામ સામે આવશે સૂર્ય અને શનિ, 5 રાશિઓ સાચવવું પડશે

Surya Gochar 2023: સૂર્ય કુંભ રાશિમાં 13 ફેબ્રુઆરીએ ગોચર કરશે. આ સાથે કુંભ રાશિમાં સૂર્ય અને શનિનો સામનો થશે. કારણ કે, હાલમાં જ શનિ કુંભ રાશિમાં ગયા છે. તેવામાં સૂર્ય અને શનિ સાથે મળીને કેટલીક રાશિઓ માટે નુકસાનકારક સાબિત થવાના છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવને ગરમ પ્રકૃતિના ગ્રહ ગણવામાં આવ્યા છે. જ્યારે શનિ ઠંડી હવાના કારક ગ્રહ છે. આ રીતે બંનેનું મિલન શુભ ગણવામાં આવતું નથી. સૂર્યનું ગોચર કોના માટે અશુભ રહેશે જાણો.
 

Surya Gochar 2023: કુંભ રાશિમાં સામ સામે આવશે સૂર્ય અને શનિ, 5 રાશિઓ સાચવવું પડશે

Surya Gochar 2023: સૂર્યનું ગોચર કર્ક રાશિના આઠમા ભાવમાં થશે. આ દરમિયાન તમારે પોતાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. કારણ કે, આ સમયે તમારી કિંમતી વસ્તુઓની ચોરી થઈ શકે છે અથવા ગુમ થઈ શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થતિ પણ મધ્યમ રહેશે. આર્થિક નુકસાન થવાની શંકા છે. તમને કોઈ પૈતૃક સંપત્તિ મળતા મળતા રહી જાય તેવું પણ બની શકે. આ દરમિયાન તમે માનસિક તણાવથી પીડિત રહી શકો છો. સૂર્યનું ગોચર તમને વ્યર્થની યાત્રા કરાવી શકે છે.

fallbacks

કન્યા
સૂર્ય તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આમ તો આ ભાવમાં હોવા પર અનુકૂળ પરિણામ મળે છે પરંતુ તમારે આ દરમિયાન વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આટલું જ નહીં તમારા ખર્ચામાં પણ વધારો થઈ શકે છે. વેપારીના સંદર્ભમાં તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. પેટ સંબંધિત સમસ્યાઓના કારણે પરેશાન થઈ શકો છો. તમને ડાબી આંખમાં કોઈ પરેશાની થાય તેવી શક્યતા છે.

વૃશ્ચિક
સૂર્ય કુંભ રાશિમાં ગોચર દરમિયાન ચોથા ભાવમાં પ્રવેશ કરશે. તેવામાં આ ગોચર તમારા માટે વધારે અનુકૂળ નહીં રહે. આ દરમિયાન પારિવારિક જીવનમાં ક્લેશ અથવા તણાવની સ્થિતિ ઉભી થઈ શકે છે. પરિવારમાં તમારે સંતુલન બનાવીને ચાલવું પડશે. સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક પ્રભાવ રહેશે. તમને માથા અને છાતીના દુખાવા સંબંધિત બીમારી થઈ શકે છે. આ ગોચર દરમિયાન તમે માનસિક રીતે અશાંત રહી શકો છો.

આ પણ વાંચો: 
ગુજરાત સરકાર સામે બિલ્ડરો અને એસ્ટેટગ્રુપ બાથ ભીડવા તૈયાર! લીધો મોટો નિર્ણય
કેરલના ટ્રાન્સ કપલે આપ્યો બાળકને જન્મ, દેશમાં પ્રથમવાર બની આવી ઘટના!

મકર
સૂર્યના કુંભ રાશિમાં જવાથી મકર રાશિના જાતકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન તમારા પરસ્પર સંબંધો પર ખરાબ અસર થઈ શકે છે. દાંત સંબંધિત પરેશાની પણ રહેશે. પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વેપારી વર્ગના લોકો માટે આ સમય બચતને રોકાણમાં લગાવવાનું રહેશે. જ્યાં રોકાણ કરો તેની પૂરી જાણકારી રાખવી.

કુંભ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં જ થવા જઈ રહ્યું છે. સૂર્યનું ગોચર તમારી હેલ્થ પર રહેશે. આ સમય શારીરિક સમસ્યા આપનારો રહેશે. તમે માનસિક તણાવ અનુભવી શકો છો. અહંકારનો હાવી થવા દેવો નહીં. કારણ કે, તેના કારણે તમને જ નુકસાન થશે.

આ પણ વાંચો: 
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પરસેવો છોડાવી દે તેવી અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી
ગુજરાત સહિત આ રાજ્યોમાં વિનાશકારી ભૂકંપનો ખતરો, જોવા મળશે તુર્કી-સીરિયા જેવી તબાહી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More