Home> Spiritual
Advertisement
Prev
Next

8 જૂનથી આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, સૂર્ય નક્ષત્ર બદલતા જ ધનનો તો વરસાદ થશે! પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે

 Surya Nakshatra Gochar: સૂર્ય જૂન મહિનામાં રોહિણી નક્ષત્રમાંથી નીકળીને મૃગશિરા નક્ષત્રમાં ગોચર કરશે. સૂર્યના મૃગશિરા નક્ષત્રમાં જવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ઉદય થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....

8 જૂનથી આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, સૂર્ય નક્ષત્ર બદલતા જ ધનનો તો વરસાદ થશે! પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે

ગ્રહોના રાજા સૂર્ય એક નિશ્ચિત સમયમાં નક્ષત્ર પરિવર્તન કરે છે. સૂર્ય આ સમય દરમિયાન રોહિણી નક્ષત્રમાં છે અને 8 જૂનના રોજ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં લગભગ 15 દિવસ સુધી રહેશે અને ત્યારબાદ 22 જૂને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરવો એ કેટલાક રાશિવાળા માટે સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આ ભાગ્યશાળી રાશિઓને ધન લાભની સાથે સાથે ભાગ્યનો સાથ મળવાના સંકેત છે. જાણો તે લકી રાશિઓ વિશે. 

fallbacks

સિંહ રાશિ
સૂર્ય સિંહ રાશિના સ્વામી છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે ખુબ શુભ રહેશે. આ સમયગાળામાં તમને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. રોકાણનો લાભ થશે. નોકરીયાતો માટે સારો સમય રહેશે. વેપારમાં વિસ્તારની તકો મળશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. સામાજિક માન પ્રતિષ્ઠા વધશે. 

તુલા રાશિ
તુલા રાશિવાળા માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ખુબ શુભ રહેશે. આ સમયગાળામાં તમારા અટવાયેલા ધનની વાપસી થઈ શકે છે. કેટલાક જાતકોને વિદેશ જવાની તક મળશે. ધનની બચત કરવામાં સફળ રહેશો. ધર્મ કર્મમાં રસ વધશે. પરિવારનો સાથ મળશે. કરિયરમાં પદોન્નતિ કે ઉન્નતિની નવી તકો મળશે. ધનની આવક વધશે. ભાગ્યનો સાથ મળશે અને કાર્યોમાં આવતા વિધ્નો દૂર થશે. 

ધનુ રાશિ
ધનુ રાશિ માટે પણ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ખુબ અનુકૂળ રહેશે. સામાજિક સ્તરે માન સન્માન વધશે. નવા લોકો સાથે સંબંધ બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગીદારીમાં કરાયેલા કાર્ય લાભ કરાવશે. લગ્ન જીવન મધુર રહેશે. આત્મવિશ્વાસમાં વધારો  થશે. ધનલાભ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ભાગ્યવશ કેટલાક કામ બનશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More