Home> Spiritual
Advertisement
Prev
Next

Surya Nakshatra Gochar: સૂર્યનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિઓ માટે શુભ, સમાજમાં વધશે પ્રતિષ્ઠા, ધાર્યું નહીં હોય ત્યાંથી મોટો ધનલાભ થશે

Surya Nakshatra Gochar: સૂર્ય ગ્રહ એ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિઓ માટે શુભ છે. આ રાશિઓ પર સૂર્યનો શુભ પ્રભાવ જોવા મળશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.

 Surya Nakshatra Gochar: સૂર્યનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિઓ માટે શુભ, સમાજમાં વધશે પ્રતિષ્ઠા, ધાર્યું નહીં હોય ત્યાંથી મોટો ધનલાભ થશે

Surya Nakshatra Gochar: ગ્રહોના રાજા સૂર્યએ નક્ષત્ર બદલ્યું છે. સૂર્ય ઘનિષ્ઠા નક્ષત્રમાંથી નીકળી શતભિષા નક્ષત્રમાં ગોચર કરે છે. શતભિષા નક્ષત્ર એક વિશેષ નક્ષત્ર છે જેનો સ્વામી ગ્રહ રાહુ છે. આ નક્ષત્ર પર શનિનો પ્રભાવ વધારે હોય છે. નક્ષત્રમાં સૂર્યના ગોચરને વિશેષ ઘટના માનવામાં આવે છે. કારણ કે રાહુ અને શનિ બંને સૂર્યના શત્રુ ગ્રહો મનાય છે. કહેવામાં આ નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી નેગેટિવ અસર વધારે પડે તેવી સંભાવના હોય છે. જોકે રાશિ ચક્રની 3 રાશિઓ એવી છે જેમને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરીને પણ સૂર્ય શુભ ફળ આપશે આ ત્રણ રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ. 

fallbacks

આ પણ વાંચો: મીન રાશિમાં ચાંદીને પાયે ચાલશે શનિ, માર્ચ મહિનાથી આ લોકોનું ભાગ્ય પલટી મારશે

મિથુન રાશિ 

મિથુન રાશિના લોકો માટે સૂર્યનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ શુભ રહેશે. આ સમય નવો ઉત્સાહ અને નવી ઊર્જા સાથે આવ્યો છે. કારકિર્દીમાં સફળતા મળશે. નવી જવાબદારી મળે કે પ્રમોશન થાય તેવી પણ સંભાવના. સહકર્મીઓનો સહયોગ મળશે. ધનની આવક વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે રોકાણથી સારું રિટર્ન મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે. આ ગોચર દરમિયાન શારીરિક અને માનસિક રીતે ઉર્જાવાન અનુભવ કરશો. 

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 20 ફેબ્રુઆરી: સિંહ રાશિ માટે ધંધાની દ્રષ્ટિએ દિવસ સારો, આજનું રાશિફળ

તુલા રાશિ 

તુલા રાશિના લોકો માટે પણ સૂર્યનું ગોચર શુભ ફળદાયક હશે. આ સમય દરમિયાન ઉત્સાહ અનુભવવા છે. સૂર્યના પ્રભાવથી તુલા રાશિના લોકોને સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે. કરેલા કાર્યોની સરહના થશે અને નવી તકો પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. રોકાણથી સારું રિટર્ન મળશે. નોકરી કરતા લોકોને સારી ઓફર મળી શકે છે. બધા જ પ્રકારના સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. 

આ પણ વાંચો: Vastu Dosh: સૌથી ખરાબ છે આ 3 વાસ્તુ દોષ, પરિવારમાં વધે છે કંકાશ અને આર્થિક સમસ્યાઓ

કુંભ રાશિ 

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિ માટે અત્યંત શુભ છે. સૂર્યના પ્રભાવથી કુંભ રાશીના લોકોની સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે. કરેલા કાર્યોની સરાહના થશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. રોકાણ અને વેપારથી સારું રિટર્ન મળશે. અણધાર્યા સ્ત્રોતથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સંબંધોમાં મધુરતા આવશે. રોકાણ માટે સમય ઉત્તમ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More