Home> Spiritual
Advertisement
Prev
Next

Sun transit: વૃષભ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, જાણો દરેક 12 રાશિઓ પર શું પડશે અસર

Surya Gochar 2023: 15 મેએ સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. સૂર્ય દેવ એક વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. 

Sun transit: વૃષભ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, જાણો દરેક 12 રાશિઓ પર શું પડશે અસર

નવી દિલ્હીઃ 15 મેએ સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે સૂર્ય દેવ એક વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થશે તો કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. આવો જાણીએ સૂર્ય દેવના વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી કેવી રહેશે રાશિઓની સ્થિતિ...

fallbacks

મેષ રાશિઃ મન પ્રસન્ન તો રહેશે. છતાં આત્મ સંયમ રાખો. તમારી ભાવનાઓને વશમાં રાખો. કારોબારમાં પરિશ્રમ વધુ રહેશે. મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિત્રનો સહયોગ મળશે. 

વૃષભ રાશિઃ મનમાં શાંતિ તથા પ્રસન્નતા રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. મિત્રના સગયોગથી નોકરીની તક મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મિથુન રાશિઃ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, પરંતુ ક્રોધથી બચો. પરિવારનો સાથ મળશે. નોકરીમાં અધિકારીઓ સાથે સદ્ભાવ બનાવીને રાખો. પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવકમાં વધારો થશે. 

આ પણ વાંચોઃ અત્યંત ખાસ છે આ મહિનાની અમાસ, આ ઉપાયો કરવાથી બધા જ દોષથી મળશે મુક્તિ

કર્ક રાશિઃ આત્મવિશ્વાસ સારો રહેશે, પરંતુ ધૈર્યશીલતાની કમી રહેશે. માનસિક શાંતિ માટે પ્રયાસ કરો. વાતચીતમાં સંયમ રાખો. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. 

સિંહ રાશિઃ આત્મવિશ્વાસની કમી રહેશે. મન પરેશાન રહેશે. પરિવારની સમસ્યા પરેશાન કરી શકે છે. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાનની યાત્રા પર જઈ શકો છો. 

કન્યા રાશિઃ ધૈર્યશીલતાની કમી રહેશે. મન પરેશાન રહેશે. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સંતાન સુખમાં વૃદ્ધિ થશે. આવકમાં વધારો થશે. 

તુલા રાશિઃ મન પરેશાન રહેશે. આત્મ સંયમ રાખો. ક્રોધ તથા આવેશના અતિરેકથી બચો. પરિવારમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. કારોબારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. પરિશ્રમ વધુ રહેશે. 

આ પણ વાંચોઃ હંસ રાજયોગથી સૂર્યની જેમ ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, દરેક કાર્યમાં થશે સફળ

વૃશ્ચિક રાશિઃ મન પ્રસન્ન રહેશે, પરંતુ પરેશાની થઈ શકે છે. આત્મવિશ્વાસની કમી હોઈ શકે છે. શૈક્ષણિક અને રિસર્ચના કામમાં સારૂ પરિણામ મળશે. લાભના અવસર મળશે. 

ધન રાશિઃ મન પ્રસન્ન રહેશે, આત્મવિશ્વાસ વધુ રહેશે, પરંતુ ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. પરિશ્ચમ વધુ રહેશે. 

મકર રાશિઃ વાણીમાં વધુરતા રહેશે, પરંતુ ખોટા ઝગડાથી બચો. કારોબારમાં વ્યસ્તતા રહેશે તથા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ધર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. 

કુંભ રાશિઃ આત્મવિશ્વાસની કમી રહેશે, મન પરેશાન રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. પરિવારનો સાથ મળશે. નોકરીમાં પ્રતગિનો યોગ બની રહ્યો છે. ભાગદોડ વધુ રહેશે. 

આ પણ વાંચોઃ 30 વર્ષ બાદ બનશે આ અશુભ યોગ, શનિ-મંગળ આ 4 રાશિઓને પાયમાલ કરશે

મીન રાશિઃ મન અશાંત રહેશે. શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપો. મુશ્કેલી આવી શકે છે. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહે છે. સંપત્તિમાં વધારો થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More