Home> Spiritual
Advertisement
Prev
Next

30 વર્ષ બાદ કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ, આ જાતકો જીવશે વૈભવી જીવન, પ્રગતિ સાથે ધનલાભનો યોગ

Surya Shani Yuti 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં સૂર્ય અને થનિની યુતિ થઈ છે. તેવામાં કેટલાક જાતકોને લાભ મળી શકે છે. આવો આ રાશિઓ વિશે જાણીએ..

30 વર્ષ બાદ કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ, આ જાતકો જીવશે વૈભવી જીવન, પ્રગતિ સાથે ધનલાભનો યોગ

નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહમાં સૂર્ય અને શનિને ખુબ જરૂરી ગ્રહ માનવામાં આવે છે. ગ્રહોના રાજા સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં પ્રભાવ પાડે છે. તો બીજીતરફ ન્યાયકર્તા અને કર્મફળદાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ માનવામાં આવે છે. તેવામાં આ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી દરેક રાશિના જાતકોના જીવન પર અસર પડે છે. 

fallbacks

નોંધનીય છે કે ગ્રહોના રાજા સૂર્યએ 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યાં પહેલાથી શનિ દેવ બિરાજમાન છે. તેવામાં આ બંને ગ્રહોની યુતિ બની છે. બંને ગ્રહો એકબીજાથી શત્રુતાનો ભાવ રાખે છે. તેમ છતાં  કેટલાક જાતકોને વિશેષ લાભ મળે છે. સૂર્ય-શનિની યુતિથિ ત્રણ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. આવો જાણીએ કયાં જાતકોને લાભ થશે. 

મેષ રાશિ
આ રાશિમાં યુતિ 11માં ભાવમાં બની છે. સૂર્ય અને શનિની યુતિ આ રાશિના જાતકો માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. આ સાથે મેષ રાશિના લગ્ન ભાવમાં ગુરૂ પણ બિરાજમાન છે. તેવામાં આ જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કરિયરની વાત કરીએ તો તમને સફળતા મળશે અને પ્રમોશન મળી શકે છે. આ સાથે તમને નવી નોકરીની ઓફર આવી શકે છે. તમારૂ વિદેશ યાત્રાનું સપનું પણ પૂરુ થઈ શકે છે. તમે કોઈ નવો વ્યાપાર આ સમયમાં શરૂ કરી શકો છો. કુલ મળીને તમારા માટે આ સમય લાભકારી રહેશે.

આ પણ વાંચોઃ શનિનો ઉદય થતાની સાથે જ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકશે, પૈસાની રેલમછેલ થવા લાગશે

વૃષભ રાશિ
સૂર્ય અને શનિની યુતિ દશમ ભાવમાં થઈ રહી છે. તેવામાં આ રાશિના જાતકોને મિશ્ચિત રાશ મળશે. વિદેશમાં અપાર સંપત્તિ ખરીદવાની તક બની રહી છે. આ સાથે વિદેશી રિટર્નથી ખુબ પૈસા મળવાના છે. નોકરીના મામલામાં પણ તમે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ સાથે તમારૂ વિદેશ જવાનું સપનું પૂરુ થઈ શકે છે. વેપાર કરતા જાતકોને પણ સારૂ રિટર્ન મળી શકે છે. આર્થિક પક્ષની વાત કરીએ તો તમને ધનલાભ થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ તમને મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા પર સકારાત્મક પ્રભાવ પડવાનો છે. 

કન્યા રાશિ
આ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ છઠ્ઠા ભાવમાં બની રહી છે. તેવામાં આ રાશિના જાતકોને ગુપ્ત સ્ત્રોતોથી ધનલાભ થઈ શકે છે. તમે તમારી મહેનત અને લગનથી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. નોકરી પણ સારી રહેવાની છે. આ સાથે જે લોકો નવી નોકરી શોધી રહ્યાં છે તેને સફળતા મળી શકે છે. વેપારમાં પણ કન્યા રાશિનાજાતકોને લાભ થઈ શકે છે. આ દરમિયાન તમે ધનની બચત કરવામાં સફળ થશો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More