Home> Spiritual
Advertisement
Prev
Next

Hariyali Amavasya 2023: ક્યારે ઉજવાશે હરિયાળી અમાસ ? અમાસના દિવસે કરેલી આ ભુલ તિજોરી કરી દેશે ખાલી

Hariyali Amavasya 2023: આ વર્ષે હરિયાળી અમાસ 17 જુલાઈ એટલે કે સોમવારે ઉજવવામાં આવશે. ખેતીક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે વૃક્ષારોપણ કરવાનું પણ મહત્વ છે. પરંતુ આ દિવસે કેટલાક વૃક્ષો વાવવાની મનાઈ હોય છે. આ વૃક્ષો લગાવવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

Hariyali Amavasya 2023: ક્યારે ઉજવાશે હરિયાળી અમાસ ? અમાસના દિવસે કરેલી આ ભુલ તિજોરી કરી દેશે ખાલી

Hariyali Amavasya 2023: હરિયાળી અમાસને વૃક્ષો વાવવા અને પિતૃઓના શ્રાદ્ધ કાર્ય કરવા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. આ વર્ષે હરિયાળી અમાસ 17 જુલાઈ એટલે કે સોમવારે ઉજવવામાં આવશે. ખેતીક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે વૃક્ષારોપણ કરવાનું પણ મહત્વ છે. પરંતુ આ દિવસે કેટલાક વૃક્ષો વાવવાની મનાઈ હોય છે. આ વૃક્ષો લગાવવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ હરિયાળી અમાવસના દિવસે કયા વૃક્ષો ન લગાવવા જોઈએ.
 
હરિયાળી અમાસ પર ન વાવો આ વૃક્ષો

fallbacks

આ પણ વાંચો:

1 મહિના સુધી આ રાશિના લોકો બે હાથે રુપિયા ગણવા કરવા રહે તૈયાર, સૂર્ય ગોચરથી થશે લાભ

રાશિફળ 16 જુલાઈ: વૃષભ રાશિ માટે દિવસ શુભ, મિથુન રાશિના લોકોની સંપત્તિમાં થશે વધારો

Nimbu Ke Totke: લીંબૂના આ ઉપાયો છે દરેક સમસ્યાનું સમાધાન, આ ઉપાય દુર કરશે બધી જ બાધા

હરિયાળી અમાસના દિવસે પાકડ, ગૂલર, બહેડા, પીપળ, બોર, નિર્ગુંદી, આમલી, કદંબ અને ખજૂરનું ઝાડ ન વાવવું જોઈએ. આ ઉપરાંત કાંટાવાળા, દૂધિયા અને ફળદાયી વૃક્ષો વાવવા પણ અશુભ માનવામાં આવે છે. આ સાથે જ હરિયાળી અમાસના દિવસે કેળા, દાડમ, પીપળ અને લીંબુના છોડ વાવવાનું પણ ટાળવું જોઈએ.

આ દિવસે જો તમે લીમડો, અશોક, પુન્નાગ, શિરીષ, બીલી, આંકડો અને તુલસી વાવો છો તો અતિશુભ ગણાય છે. હરિયાળી અમાસના દિવસે આવા વૃક્ષનું વાવેતર શુભ માનવામાં આવે છે.

હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃક્ષોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. તેમ દરેક છોડમાં દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે.  તેથી આ દિવસે છોડ લગાવીને તેમની પૂજા કરવાનું વિધાન છે. આમ કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More