Home> Spiritual
Advertisement
Prev
Next

Important Vrat: આ વ્રત કરવાથી દરેક મનોકામના થાય છે પુરી, ઘરમાં વધતી રહે છે સુખ-સમૃદ્ધિ

Important Vrat: વર્ષના 365 દિવસમાં લગભગ 200 થી વધુ વ્રત દર્શાવવામાં આવ્યા છે. મનુષ્યના જન્મમાં વ્યક્તિ અજાણતા ઘણા પાપ કરે છે. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે અને દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અલગ અલગ પ્રકારના વ્રત કરવામાં આવે છે.

Important Vrat: આ વ્રત કરવાથી દરેક મનોકામના થાય છે પુરી, ઘરમાં વધતી રહે છે સુખ-સમૃદ્ધિ

Important Vrat: હિન્દુ ધર્મ અને પરંપરામાં ઘણા વ્રત કરવાનો ઉલ્લેખ મળે છે. વર્ષના 365 દિવસમાં લગભગ 200 થી વધુ વ્રત દર્શાવવામાં આવ્યા છે. મનુષ્યના જન્મમાં વ્યક્તિ અજાણતા ઘણા પાપ કરે છે. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે અને દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અલગ અલગ પ્રકારના વ્રત કરવામાં આવે છે. કેટલાક વ્રત પતિના આયુષ્ય માટે મહિલાઓ કરે છે, કેટલાક વ્રત સંતાન માટે કરવામાં આવે છે. કેટલીક તિથિ એવી પણ છે જેનું વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આજે તમને આવા જ વ્રત વિશે જણાવીએ જેને કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને આ વ્રત કોઈપણ વ્યક્તિ કરી શકે છે.

fallbacks

ચતુર્થી વ્રત

કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી પર ગણેશજી માટે વ્રત રાખવામાં આવે છે. આ વ્રત મહિનામાં બે વખત આવે છે. જેમાં ચંદ્રોદય થયા પછી ચંદ્રમાને અર્ઘ્ય આપીને ભગવાન ગણેશની પૂજા કરી ભોજન ગ્રહણ કરવાનું હોય છે. જો કોઈ વિશેષ કામનાને લઈને વ્રત કરવામાં આવે તો 5, 7, 11 અને 21 ચતુરથીના વ્રતનું સંકલ્પ કરવામાં આવે છે. 

આ પણ વાંચો:

પિતૃદોષના કારણે અટકતા હોય કામ તો 14 એપ્રિલે કરો આ વસ્તુનું દાન, સમસ્યાથી મળશે મુક્તિ

અમીર બનવામાં બસ 10 દિવસની જ વાર... આ રાશિના લોકોને વક્રી બુધ કરશે માલામાલ

ધન લાભ માટે કરો આ ખાસ ઉપાય, ઘર ઉપર હંમેશા રહેશે ગણેશજી અને માતા લક્ષ્મીના આશીર્વાદ

પંચમી

દરેક મહિનામાં શુક્લ પક્ષની પંચમીએ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત રાખવામાં આવે છે. ચૈત્ર, ભાદરવો, આસો અને કારતક આ મહિનાના શુક્લ પક્ષની પંચમીથી આ વ્રતનો પ્રારંભ કરવો શુભ માનવામાં આવે છે. આ વ્રતમાં વાર્તા વાંચી માતા લક્ષ્મીના મંત્રો નો જાપ કરવાનો અને પૂજા કરવાની હોય છે. આ વ્રત નહી કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી વાસ કરે છે 

સપ્તમીનું વ્રત

દરેક મહિનાના શુક્લ પક્ષની સપ્તમીના દિવસે પણ વ્રત કરવાનું વિધાન છે. આ વ્રતને ચૈત્ર માસના શુક્લ પક્ષની સપ્તમીથી શરૂ કરવું શુભ ગણાય છે. આ વ્રતમાં પ્રસાદ તરીકે ગોળ અને ઘઉંના લાડુ સૂર્યદેવને અર્પણ કરવાના હોય છે. જે દંપત્તિ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમણે આ વ્રત કરવું જોઈએ.

અષ્ટમી વ્રત

કુળદેવી અને માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે. ચૈત્ર અને આસો માસની અષ્ટમીની તિથિથી આ વ્રતનો પ્રારંભ કરી શકાય છે. આ વ્રતમાં ઘઉંના લોટના લાડુ બનાવીને માતાને ચડાવવાના હોય છે સાથે જ માતાની પૂજા કરતી વખતે લાલ વસ્ત્ર અને પુષ્પ અર્પણ કરવાના હોય છે.

આ પણ વાંચો:

Budh Gochar:આ રાશિના લોકો માટે વરદાન જેવા છે હવે પછીના દિવસો, થશે ધનલાભ અને મળશે સુખ

ઘરમાં રહેતી હોય રુપિયાની તંગી અને હાથમાં ન ટકતું હોય ધન તો અજમાવો આ ટોટકા

પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય

એકાદશીનું વ્રત

દરેક માસમાં બે એકાદશીની તિથિ આવે છે. જે લોકો આ વ્રતનો પ્રારંભ કરવા ઈચ્છે છે તેમણે દેવશૈયની,  દેવઉઠી અથવા તો નિર્જળા એકાદશીથી વ્રતનો પ્રારંભ કરવો જોઈએ. ત્યાર પછી વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશી પર વ્રત કરવું જોઈએ. જે લોકો કોઈ કારણસર એકાદશીનું વ્રત કરી શકતા નથી તેમને વર્ષમાં એક વખત નિર્જળા એકાદશી અચૂક કરવી જોઈએ. આ વ્રત કરવાથી મનુષ્યના પાપ કર્મનો નાશ થાય છે 

પ્રદોષ વ્રત

દરેક માસમાં પ્રદોષ વ્રત આવે છે. આ વ્રત નો પ્રારંભ તેરસની તિથિ હોય ત્યારે કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અભિષેક અને તેમના મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ ગણાય છે. જે લોકો શિવજીને પ્રસન્ન કરવા ઈચ્છે છે તેમણે ઓછામાં ઓછા સાત પ્રદોષ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More