Guruwar Upay: ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બ્રહસ્પતિને સમર્પિત છે. આ દિવસે તેમની વિધિ વિધાનથી પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ જીવનમાં સફળ થાય છે અને આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. પરંતુ જો ગુરુ નબળો હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં અસફળતા મળે છે અને જીવન પર આર્થિક તંગી ભોગવવી પડે છે. આવી સ્થિતિ હોય તો ગુરુવારના દિવસે બૃહસ્પતિદેવની પૂજા કરી વ્રત રાખી શકાય છે. આ સાથે જ ગુરૂવારના દિવસે ગોળના કેટલાક સરળ ઉપાય કરી લેવાથી ગુરુ ગ્રહ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. આજે તમને ગુરૂવારના દિવસે કરવાના કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીએ.
શિયાળામાં ગજબના ફાયદા આપશે આ જ્યૂસ! એકસાથે ઘણી બિમારીઓ થશે દૂર
ગોળના અચૂક ઉપાય
1. ગુરુવારે સ્નાન કર્યા પછી કેળાના ઝાડમાં પલાળેલી ચણાની દાળ અને ગોળનું એક ટુકડો મૂકી દેવો. સતત પાંચ ગુરુવાર સુધી આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
2. ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુને ખેડાનો ભોગ ધરાવો અને તેમને ચણાની દાળ સાથે ગોળ અર્પણ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે.
3. ગુરુવારે સાંજે ગોળનો એક ટુકડો, સાત હળદરની ગાંઠ અને એક રૂપિયાનો સિક્કો પીળા કપડામાં બાંધી અવવારું જગ્યા પર મૂકી આવો. કામ કરવાથી અધૂરી મનોકામના પૂર્ણ થાય છે.
આ પણ વાંચો: 24 કલાક બાદ જોર મારશે મિથુન, કર્ક અસહિત આ લોકોની કિસ્મત, દિવાળી પહેલાં થશે રૂપિયાનો વરસાદ
4. જો કારકિર્દીમાં સમસ્યાઓ આવતી હોય તો ગુરુવારે ઘરેથી નીકળતી વખતે ગાયને રોટલી અને ગોળ ખવડાવો. આમ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.
5. ગુરૂવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગે છે. આ સાથે જ ગાયને લોટમાં ગોળ ભરીને ખવડાવવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે.
આ પણ વાંચો: નવા અવતારમાં આવી રહી છે ભારતની મોટ ફેવરિટ કાર, ઓછી કિંમતમાં મળશે મોંઘી ગાડીની મજા
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: HBD SRK: 58 વર્ષના થયા બોલીવુડના 'બાદશાહ', કિંગ ખાનનો વિવાદો સાથે રહ્યો છે જૂનો નાતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે