Home> Spiritual
Advertisement
Prev
Next

Budh Vakri 2023: 28 ડિસેમ્બર સુધીનો સમય મેષ સહિત 3 રાશિઓ માટે ભારે, વક્રી બુધ કરાવશે આર્થિક નુકસાન

Budh Vakri 2023: સૌથી પહેલા બુધ ગ્રહ 13 ડિસેમ્બર 2023 ના રોજ ધન રાશિમાં વક્રી થશે. બુધ ગ્રહ 28 ડિસેમ્બર સુધી વક્રી રહેશે અને પછી રાશિ પરિવર્તન કરી લેશે. વક્રી અવસ્થા દરમિયાન બુધ ગ્રહ કેટલીક રાશિની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડશે. આ રાશિના જાતકોને વક્રી બુધ ધન હાનિ કરાવી શકે છે.

Budh Vakri 2023: 28 ડિસેમ્બર સુધીનો સમય મેષ સહિત 3 રાશિઓ માટે ભારે, વક્રી બુધ કરાવશે આર્થિક નુકસાન

Budh Vakri 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ વેપાર, વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ છે. જ્યારે પણ બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે કે પછી તેની ચાલમાં ફેરફાર થાય છે તો તેની અસર લોકોની કારકિર્દી આર્થિક સ્થિતિ અને દાંપત્યજીવન પર પણ પડે છે. ડિસેમ્બર મહિનાના આવનારા દિવસોમાં બુધ ગ્રહની સ્થિતિમાં બે વખત મહત્વપૂર્ણ ફેરફાર થશે. જેની અસર તમામ રાશિના લોકો પર થશે. 

fallbacks

આ પણ વાંચો: શુક્રવારે ભુલથી પણ ન કરવા આ 5 કામ, માં લક્ષ્મી નારાજ થઈ ઘરનો કરી દેશે ત્યાગ

સૌથી પહેલા બુધ ગ્રહ 13 ડિસેમ્બર 2023 ના રોજ ધન રાશિમાં વક્રી થશે. બુધ ગ્રહ 28 ડિસેમ્બર સુધી વક્રી રહેશે અને પછી રાશિ પરિવર્તન કરી લેશે. વક્રી અવસ્થા દરમિયાન બુધ ગ્રહ કેટલીક રાશિની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડશે. આ રાશિના જાતકોને વક્રી બુધ ધન હાનિ કરાવી શકે છે. આ રાશિના લોકોને પરિવારનો વિરોધ પણ સહન કરવો પડશે. તો ચાલો તમને જણાવીએ કે કઈ રાશિઓ એવી છે જેમને વક્રી બુધ પરેશાન કરશે.

આ પણ વાંચો: લીંબુ અને લવિંગનો આ સરળ ઉપાય એક ઝટકામાં દુર કરશે કાળા જાદુ અને ટોણા ટોટકાની અસર

મેષ રાશિ - આ 15 દિવસ મેષ રાશિના લોકોને નુકસાન પહોંચાડી શકે છે. વક્રી બુધ આ લોકોને વાણી સંબંધિત સમસ્યાઓ આપી શકે છે. તમે કોઈની સાથે કડવું બોલી શકો છો અથવા કોઈ તમારી વાતનો ખોટો અર્થ કાઢી શકે છે. જેના કારણે તમારી સાથે દલીલ થઈ શકે છે. સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કોઈ જૂનો રોગ થઈ શકે છે. મુસાફરી કરવી પડી શકે છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

આ પણ વાંચો: કાળો દોરો શરીરના સુરક્ષા કવચ જેવું કરે છે કામ, શનિ ગ્રહ સાથે છે કાળા દોરાનો સંબંધ

વૃષભ રાશિ - વૃષભ રાશિના જાતકોને વક્રી બુધના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ખાસ કરીને પરિણીત લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાસરિયાં સાથે વિવાદ કે મતભેદ થઈ શકે છે. સમજી વિચારીને વાત કરો નહીંતર કોઈને ગેરસમજ થઈ શકે છે. અણધાર્યા ખર્ચ તમને પરેશાન કરી શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

આ પણ વાંચો: દરેક મંદિરમાં ન વધેરવું શ્રીફળ, જાણો કયા મંદિરમાં ફોડવું અને કયા મંદિરમાં ધરવું આખું

કર્ક રાશિ - બુધની વક્રી ગતિ કર્ક રાશિના લોકોને પરેશાન કરશે. બીમારીના કારણે પરેશાની થશે. શત્રુઓ પણ સક્રિય રહેશે. તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ અને હિંમત ઘટી શકે છે, જેનાથી તમે જે કામ કરી રહ્યા છો તે બગડી શકે છે. ભાઈ કે બહેન સાથેના સંબંધો બગડી શકે છે. કાયદાકીય મુશ્કેલીઓથી દૂર રહો. મુસાફરી દરમિયાન પણ સાવચેત રહો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More