Mauni Amavasya:દરેક માસમાં આવતી અમાસની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ તેમાં મૌની અમાસ સૌથી વધારે ખાસ હોય છે. આ વર્ષે 9 ફેબ્રુઆરી અને શુક્રવારે મૌની અમાસ આવશે. હિન્દુ ધર્મમાં મૌની અમાસનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર મૌની અમાસની તિથિ પર પૂજા-પાઠ કરવાથી, નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. સાથે જ આ વિશેષ દિવસે કેટલાક જ્યોતિષીય ઉપાય કરી લેવામાં આવે તો જીવનમાંથી શનિ ગ્રહ સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે. જે લોકોની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય તેમણે મૌની અમાસના દિવસે આ ઉપાય કરવા જોઈએ.
મૌની અમાસના દિવસે કરવાના ઉપાય
આ પણ વાંચો: ધન, વેપાર અને વાણીનો કારક ગ્રહ બુધ થયો અસ્ત, આ 3 રાશિના લોકોને મળશે પ્રમોશન અને ધન
આ સમય મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. સાથે થી વૃશ્ચિક અને કર્ક રાશિના લોકો પર ઢૈયા ચાલી રહી છે. આ પાંચ રાશિના લોકોએ મૌની અમાસના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો કરી લેવાથી શનિ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે. તો ચાલો તમને જણાવીએ મૌની અમાસના દિવસે કયા ઉપાય કરવા.
- અમાસના દિવસે સંધ્યા સમયે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરો. સાથે જ શનિના બીજ મંત્રનો 108 વખત જાપ કરો. આમ કરવાથી શનિનો અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે.
આ પણ વાંચો: ધન અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર કરશે શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ, 3 રાશિને થશે લાભ
- અમાવસ્યાના દિવસે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને સરસવનું તેલ દાન કરો. સાથે જ દક્ષિણા સ્વરૂપે થોડું ધન આપો. આમ કરવાથી શનિ ગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
- શાસ્ત્રો અનુસાર મૌની અમાસના દિવસે જો કીડીને કાળા તલ, લોટ અને ખાંડ મિક્સ કરીને ખવડાવવામાં આવે તો શનિદોષ અને પિતૃદોષથી મુક્તિ મળે છે.
- અમાસના દિવસે કરેલું દાન પણ વિશેષ ફળ આપે છે. મૌની અમાસના દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિને કાળા ગરમ કપડાં, ભોજન કે કાળા તલનું દાન કરવું જોઈએ. તેનાથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થાય છે.
આ પણ વાંચો: કુંભ રાશિમાં શનિ થશે અસ્ત, 11 ફેબ્રુઆરીથી 3 રાશિના લોકો માટે ભયંકર સમય થશે શરુ
- કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય અને તેના કારણે જીવનમાં અશુભ પ્રભાવ જોવા મળતો હોય તો મૌની અમાસના દિવસે શનિદેવના મંત્રોનો જાપ કરો સાથે જ શની ચાલીસા તેમજ શની રક્ષા સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય છે. તેનાથી જીવનમાં આવતી સમસ્યા દૂર થાય છે અને જીવનમાં સહકારાત્મક ફેરફાર જોવા મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે