Home> Spiritual
Advertisement
Prev
Next

તીર્થ યાત્રાનો સ્વાસ્થ્ય સાથે શું છે સીધો સંબંધ? જાણો તીર્થ સ્થાનો પર જવાથી કેમ મનને મળે છે શાંતિ

આપણા જીવનમાં ધાર્મિક સ્થળોનું ખાસ મહત્વ રહેલું હોય છે.જીવનમાં બધાને તીર્થ સ્થળો પર જવાની ઈચ્છા ચોક્કસ હોય છે.ત્યારે તીર્થ સ્થળે જવા માટે ધાર્મિક લાગણી સાથે બીજા પણ અનેક ફાયદા હોય છે.

તીર્થ યાત્રાનો સ્વાસ્થ્ય સાથે શું છે સીધો સંબંધ? જાણો તીર્થ સ્થાનો પર જવાથી કેમ મનને મળે છે શાંતિ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણા વડીલો, પંડિતો અને શાસ્ત્રોમાંથી ઘણી વખત સાંભળ્યું હશે કે માણસે જીવનમાં તમામ તીર્થ સ્થળોના દર્શન કરવા જોઈએ. તમે પણ તમારા સગા સંબંધિઓ કે પાડોશીઓ સાથે ચાર ધામની યાત્રા, 12 જ્યોર્તિલિંગના દર્શન, હરિદ્વાર, ઋષિકેશ, મથુરા, કાશી વગેરે ધાર્મિક સ્થળો ઉપર જતા જોયા હશે.પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તીર્થ યાત્રાએ જવું કેમ મહત્વનું હોય છે.માણસ કેમ ધાર્મિક સ્થળે જઈને આનંદ અનુભવે છે.

fallbacks

ભગવાનની પૂજા પાઠ તો આપણે ઘરમાં પણ કરી શકીએ છીએ.તો પછી તીર્થ સ્થળે જવાનું શું ખાસ મહત્વ હોય છે.તીર્થ સ્થળે જવાથી શું ફાયદો થાય છે.તીર્થ સ્થળની મુલાકાત તમારા સ્વાસ્થ્ય અને માનસીક શાંતિ માટે કેમ ઉપયોગી હોય છે.તો આજે તમને આવા તમામ સવાલના જવાબ આપીશું.આવો જાણીએ કે તીર્થ સ્થળે જવાના શું લાભ થાય છે.

તીર્થ સ્થળે જવાથી પોઝિટિવ એનર્જી અને શાંતિ મળશે
ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા લોકો મંદિરમાં પ્રવેશ એટલે મગજ અને મનને અનોખી શાંતિ મળતી હોય છે.તીર્થ સ્થળે નકારાત્મ વિચારોનો નાશ થઈ તમે પોઝિટિવ એનર્જીથી ભરપુર થઈ જશો.મંદિરમાં દર્શન માટે ગયેલા લોકો મોટા ભાગે નેગેટિવ નથી વિચારતા હોતા.જેથી મંદિરમાં સકારાત્મ ઉર્જાનો વાસ રહે છે.

Vastu Tips: જીવનમાં પ્રગતિ અને સુખ જોઈએ છે? તો જાણી લો ઘરમાં હનુમાનજીની કઈ તસવીર ક્યાં લગાવવી

આરોગ્ય માટે લાભદાયક
મોટાભાગના તીર્થ સ્થળો કુદરના ખોળે આવેલા હોય છે.લગભગ દરેક સ્થળ સુધી પહોંચવા માટે પગથિયા બનાવવામાં આવ્યો હાયો છે.જેથી કુદરતી સૈદર્યની વચ્ચે પગથિયા ચડી દર્શન માટે જવાથી આરોગ્યને પણ ફાયદો થતો હોય છે.કુદરતના ખોળે શુદ્ધ વાતાવરણ વચ્ચે રહેવાથી મનની શાંતી અને આરોગ્ય હેલ્ધી રહે છે.સાથે તાળીઓ પાડી ભજન કીર્તન કરવાથી શારીરિક કસરત પણ થાય છે.તાળી વગાડવાથી આપણેને એક્યુંપ્રેશરનો લાભ મળે છે. તે ઉપરાંત મંદિરમાં વાગતી ઘંટડીઓનો અવાજ નેગેટીવ થીંકીંગનો નાશ કરે છે.

તીર્થ સ્થળ હોય છે જ્ઞાન વર્ધક
દુર દુર આવેલા તીર્થ સ્થળોની મુલાકાતથી તમારૂ જ્ઞાન પણ વધે છે.તીર્થ સ્થળની મુલાકાત લેવાથી ત્યાના વિસ્તાર, રહેણીકરણી, ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબતની તમને જાણકારી મળે છે.સાથે જ ધાર્મિક સ્થળો પર બનેલી દેવી દેવતાઓની મૂર્તિના દર્શનથી તેની સાથે જોડાયેલી માન્યતાઓ અને કહાનીઓ વિશે જાણવા મળે છે.ધાર્મિક યાત્રાની મુલાકાતમાં વિવિધ લોકો સાથે તમારો સંપર્ક વધે છે.સાથે આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલી રસપ્રદ કહાનીઓ પણ જાણવા મળે છે.

Vastu Tips: આ વસ્તુની માત્ર એક ચપટી દૂર કરી દેશે તમારા ઘરના અનેક દુઃખ, બદલાઈ જશે તમારું જીવન

Photos: સૂર્ય અને શનિ સહિત નવ ગ્રહોને શાંત કરવા માટે કરો આ ઉપાય, સ્નાન કરવાના પાણીમાં મિલાવો આ વસ્તુઓ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More