Home> Spiritual
Advertisement
Prev
Next

Tulsi Plant: માતા લક્ષ્મી નારાજ થઇને ઘર છોડીને જતા રહેશે, તુલસી સાથે ભૂલથી પણ ના કરો આ પ્રયોગ

Tulsi Plant: તુલસીના છોડની પૂજા સાથે તેને જળ અર્પિત કરતી વખતે પણ ઘણી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ ઘણીવાર લોકો તુલસીના પાંદડાને સમજ્યા વિચાર્યા વિના તોડી લે છે. એવામાં તુલસીના પાન કારણ વિના તોડવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. જ્યોતિશ અનુસાર તુલસીના પાન તોડવા માટે પણ કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે. 

Tulsi Plant: માતા લક્ષ્મી નારાજ થઇને ઘર છોડીને જતા રહેશે, તુલસી સાથે ભૂલથી પણ ના કરો આ પ્રયોગ

Tulsi Plant: તુલસીના છોડની પૂજા સાથે તેને જળ અર્પિત કરતી વખતે પણ ઘણી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ ઘણીવાર લોકો તુલસીના પાંદડાને સમજ્યા વિચાર્યા વિના તોડી લે છે. એવામાં તુલસીના પાન કારણ વિના તોડવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. જ્યોતિશ અનુસાર તુલસીના પાન તોડવા માટે પણ કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં ઘણા બધા છોડ પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. તેમાં તુલસીના છોડ પણ સામેલ છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. નિયમિત રૂપથી નિયમાનુસાર તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ તુલસીના છોડને લઇને કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો આ વાતોને નજરઅંદાજ કરી દેવામાં આવે તો, માતા લક્ષ્મી નારાજ થઇને ઘર છોડીને જતા રહે છે. 

fallbacks

fallbacks

આવો જાણીએ...

તુલસીના પાન તોડવાનો નિયમ
- માન્યતા છે કે તુલસીના છોડને સંક્રાતિના દિવસે, ઘરમાં કોઇના જન્મ વખતે અને તેનું નામકરણ ન થાય ત્યાં સુધી ન તોડવા જોઇએ. આ ઉપરાંત ઘરમાં કોઇનું મૃત્યું થતાં તેરમાના દિવસ સુધી તુલસીના પાન તોડવા ન જોઇએ. 
- કહેવામાં આવે છે કે તુલસીના પાન સ્નાન કર્યા વિના, અશુદ્ધ હાથો વડે તોડવા ન જોઇએ. આ ઉપરાંત ક્યારેય ચાકૂ, કાતર અને નખ વડે તુલસીના પાન ન તોડવા જોઇએ. તુલસીના એક-એક પાનને તોડતાં, તેના આગળના ભાગને તોડવો જોઇએ. 
- શાસ્ત્રો અનુસાર તુલસી એટલી પવિત્ર છે કે ભગવાન વિષ્ણુએ તેને પોતાના માથા પર સ્થાન આપ્યું છે. એટલું જ નહી, ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના પ્રસાદ ગ્રહણ કરતા નથી. માન્યતા છે કે તુલસીના છોડની ક્ષતિ આ બે યોગમાં ભૂલથી પણ તોડવી ન જોઇએ.
- આ ઉપરાંત તુલસીના પાન મંગળવાર, રવિવાર અને શુક્રવારે ભૂલથી પણ ન તોડવા જોઇએ. સાથે જ એકાદશી, અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ પર પણ ન તોડવા જોઇએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)

આ પણ વાંચો:
રસોડામાં રાખેલા આ મસાલા આર્થિક સમસ્યાથી અપાવશે મુક્તિ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ થશે દુર
રાશિફળ 13 માર્ચ: આ જાતકોને ગ્રહ ગોચર અકલ્પનીય સફળતા અપાવશે, સુખ-સંપત્તિ વધશે

કૂવામાં પડેલો શ્વાન-બિલાડી દોઢ વર્ષ પાણી વગર જીવતો રહ્યો, એંઠવાડો ખાઈને આપી માત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More