Vastu Tips: ઘરમાં ખુશી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધતી રહે અને સમસ્યા, દરિદ્રતા અને દુ:ખ ક્યારેય ન આવે તેવી ઈચ્છા હોય તો વાસ્તુના નિયમોની અવગણના ક્યારેય ન કરવી. ઘણા ઘર એવા હોય છે જેમાં એક નહીં અનેક વાસ્તુ દોષ હોય છે. આવા ઘરમાં રહેનાર વ્યક્તિને આર્થિક, પારિવારિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: હનુમાનજી સામે બેસીને કરો લવિંગ અને કપૂરનો આ ઉપાય, જીવનના સંકટ થઈ જાશે દુર
ઘરમાં રસોડું, મંદિર અને બેડરુમ સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખાસ તો બેડરુમ સંબંધિત દોષનું. જો બેડરુમમાં વાસ્તુ દોષ હોય તો દાંપત્યજીવન બરબાદ પણ થઈ જાય છે. ખબર પણ પડતી નથી કે સમસ્યા શું થાય છે. આવું થવાનું કારણ બેડરુમમાં વાસ્તુ દોષ હોય શકે છે. આજે તમને આવા જ ભયંકર વાસ્તુ દોષ વિશે જણાવીએ. જો તમારા બેડરુમમાં પણ આ દોષ હોય તો તેનું નિવારણ તુરંત કરવું.
દાંપત્યજીવન બરબાદ કરતાં વાસ્તુદોષ અને તેનું નિવારણ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી-પુરુષ સંબંધ બનાવ્યા પછી આ કામ ન કરે તો થાય છે અપશુકન
- દંપતિના બેડરુમ માટે ઉત્તર-પશ્ચિમ દિશા ઉત્તમ છે. તેને વાયવ્ય કોણ પણ કહેવાય છે. આ ખૂણામાં બેડરુમ હોય તો પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને મધુરતા જળવાઈ રહે છે. આ સિવાય ઘરના મુખ્ય વ્યક્તિનો બેડરુમ દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં હોવો જોઈએ.
- વૈવાહિક જીવનમાં ક્લેશથી બચવું હોય તો બેડરુમ દક્ષિણ-પૂર્વ દિશામાં ન બનાવો. આ દિશામાં બેડરુમ હોય તો તેનો ઉપયોગ દંપતિએ ન કરવો.
- બેડરુમમાં બેડની દિશાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બેડ વર્ગાકાર હોવો જોઈએ. સાથે જ લાકડાથી બનેલો હોવો જોઈએ. બેડનું માથું પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.
આ પણ વાંચો: Guruwar Upay: ગુરુવારે કરો આ અચૂક ઉપાય, દરિદ્રતા થશે દુર અને ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ
- શક્ય હોય ત્યાં સુધી બેડરુમમાં મોટો અરીસો ન રાખવો. બેડરુમમાં લગાવેલો અરીસો દાંપત્યજીવન ખરાબ કરી શકે છે.
- બેડરુમની દિવાલ અને ફર્નિચરનો રંગ આછો હોવો જોઈએ. સાથે જ બેડરુમને સામાનથી ખચોખચ ન રાખો.
- ઘરમાં રસોડું પણ જો ઉત્તર-પૂર્વ દિશામાં હોય તો પતિ-પત્નીના સંબંધ પર ખરાબ અસર થાય છે.
આ પણ વાંચો: Aparajita: આ છોડ ચુંબકની જેમ આકર્ષે છે ધન, તેના ફુલથી કરેલા ઉપાય તુરંત આપે છે ફળ
- લગ્નની તસવીર, પરિવારની તસવીર બેડરુમમાં લગાડવી હોય તો દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખી શકાય છે. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે સમજદારી જળવાઈ રહે છે. અને પરિવારમાં સૌહાર્દ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે