Home> Spiritual
Advertisement
Prev
Next

રસોડા અને રૂમમાં આ વાસ્તુ દોષ કરાવે બેફામ ખર્ચા, તમારા ઘરમાં હોય તો તુરંત કરો આ ઉપાય

Vastu Tips: જો રસોડામાં કોઈ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. રસોડા ઉપરાંત ઘરના રૂમના એવા વસ્તુ દોષ હોય છે જેની અસર વ્યક્તિના જીવન પર નકારાત્મક રીતે જોવા મળે છે. 

રસોડા અને રૂમમાં આ વાસ્તુ દોષ કરાવે બેફામ ખર્ચા, તમારા ઘરમાં હોય તો તુરંત કરો આ ઉપાય

Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરના દરેક સ્થાનનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ રસોડું, મંદિર, બાથરૂમ અને બેડરૂમના કેટલાક નિયમો ખૂબ જ મહત્વના હોય છે. રસોડુંમાં અન્નપૂર્ણાનું સ્થાન હોય છે તેથી જો રસોડામાં કોઈ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. રસોડા ઉપરાંત ઘરના રૂમના એવા વસ્તુ દોષ હોય છે જેની અસર વ્યક્તિના જીવન પર નકારાત્મક રીતે જોવા મળે છે. આ વાસ્તુ દોષ એવા હોય છે જેને તુરંત જ દૂર કરવા જોઈએ. જો આ વાસ્તુ દોષનો ઉપાય કરવામાં ન આવે તો જીવનમાંથી સમસ્યાઓ પણ દૂર થતી નથી.

fallbacks

આ પણ વાંચો: વર્ષ 2024 માં શનિ તાંબાના પાયે ચાલી આ રાશિઓને કરશે માલામાલ, આ રાશિના જાતકો થશે દુઃખી

રસોડાના વાસ્તુ દોષ

રસોડામાં વાસણ ધોવાની સિંક જો દક્ષિણ દિશામાં હોય તો ઘરમાં અણધાર્યા ખર્ચ વધારે થાય છે. તમે એ વાત સમજી જ નથી શકતા કે ઘરમાં અચાનક ખર્ચ ક્યાંથી આવે છે. આ દોષને દૂર કરવા માટે સિંકની દિશા બદલી દો અને ભોજન બનાવતી વખતે તમારું મુખ પૂર્વ દિશામાં રહે તેવી વ્યવસ્થા ગોઠવો. ઘરનું રસોડું ઉત્તર કે ઉત્તર પશ્ચિમ દિશામાં હોય અને તેમાં બ્લેક ગ્રેનાઇટ સ્લેબ લગાવેલો હોય તો તે પણ વાસ્તુ અનુસાર નથી તેથી આ વાતનું પણ ધ્યાન રાખો. 

આ પણ વાંચો: 77 વર્ષ પછી મકર સંક્રાંતિ પર સર્જાશે શુભ યોગ, મેષ સહિત આ 5 રાશિના લોકોને થશે લાભ

રૂમ અને શૌચાલય

વાસ્તુ અનુસાર દીકરાનો બેડરૂમ જો ઉત્તર પૂર્વમાં હોય તો તે દોષ સંતતિમાં બાધા ઉત્પન્ન કરે છે. આ સિવાય દક્ષિણ પશ્ચિમ દિશામાં જો શૌચાલય હોય તે પણ અણધાર્યા ખર્ચનું કારણ બને છે. વાસ્તુ અનુસાર આ દિશામાં શૌચાલય રાખવું નહિ. રૂમમાં જો કોઈ જગ્યાએ તૂટફૂટ થઈ હોય તો તેનાથી સુખ શાંતિમાં બાધા ઉત્પન્ન થાય છે તેથી ઘરમાં તુરંત જ મરામત કરાવી લેવી.

આ પણ વાંચો: 500 વર્ષ પછી એકસાથે 2 રાજયોગનો સર્જાયો સંયોગ, 3 રાશિના લોકોને અચાનક થશે મોટો ધન લાભ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More