Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘર વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી છે. ઘરમાં સકારાત્મક ઉર્જા માટે પૂજા ઘર સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે ઘરમાં સકારાત્મક ઉર્જા પૂજા ઘરમાંથી જ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ અને મૂર્તિનું વિશેષ મહત્વ હોય છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુની ખરાબ અસર કરે છે. જેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિ અટકી જાય છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર પૂજા સ્થાન પર કઈ વસ્તુઓ રાખવી શુભ નથી.
આ પણ વાંચો:
48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ
17 એપ્રિલે ગુરુ-ચંદ્રની યુતિના કારણે સર્જાશે ગજકેસરી રાજ યોગ, 4 રાશિને થશે લાભ
આ રાશિના લોકો સાબિત થાય છે બેસ્ટ લવર્સ, પાર્ટનર પર રાખે છે અતૂટ વિશ્વાસ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂજા સ્થાનમાં એક જ દેવ અથવા દેવતાની મૂર્તિ અને ચિત્ર ક્યારેય ન રાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. આ સાથે કોઈપણ દેવી-દેવતાની તસવીર કે મૂર્તિનો ક્યારેય પણ ઉગ્ર સ્વરૂપમાં ન રાખવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
તે જ સમયે, ફાટેલા ધાર્મિક ગ્રંથો અથવા ધાર્મિક વાર્તાઓના પુસ્તકો પૂજા સ્થાન પર ના રાખવા જોઈએ. ફાટેલા પુસ્તકો અથવા ગ્રંથોને પાણીમાં પધરાવી દેવા જોઈએ. પૂજા માટે ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તૂટેલા ચોખા ક્યારેય પણ ભગવાન કે દેવતાને ના ચઢાવવા જોઈએ. તેમને હંમેશા આખા ચોખા ચઢાવવા જોઈએ.
પૂજા સ્થાન પર પૂર્વજોની તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ. પૂજા સ્થાન પર આવી તસવીરો લગાવવી અશુભ માનવામાં આવે છે. એટલા માટે ઘરના વડીલો અને પૂર્વજોની તસવીરો કોઈ બીજી જગ્યાએ લગાવવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે