Home> Spiritual
Advertisement
Prev
Next

અમીર બનવું હોય તો સૂર્યાસ્ત સમયે કરી લો આ કામ, કલ્પના પણ નહીં કરી હોય તેવો થશે ધન લાભ

Vastu Tips For Dhan Labh: જો વારંવાર ધનહાનિ થતી હોય તો તેના માટે જવાબદાર વાસ્તુ દોષ પણ હોય છે. વાસ્તુદોષ વ્યક્તિની પ્રગતિમાં પણ બાધા ઉત્પન્ન કરે છે. આજે તમને કેટલાક એવા ઉપાય જણાવીએ જેને કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

અમીર બનવું હોય તો સૂર્યાસ્ત સમયે કરી લો આ કામ, કલ્પના પણ નહીં કરી હોય તેવો થશે ધન લાભ

Vastu Tips For Dhan Labh: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઉપર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહે. એટલે કે તેના ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે. ખાસ કરીને સમૃદ્ધિ વધે તે માટે લોકો દિવસ રાત મહેનત કરે છે. પરંતુ ઘણા લોકોને ભાગ્ય સાથ આપતું નથી. તે મહેનત કરે છે પરંતુ મહેનત અનુસાર ફળ મળતું નથી. આવું થવા પાછળ માત્ર ભાગ્યનો દોષ નથી હોતો તેની પાછળ અન્ય કારણ પણ જવાબદાર હોય છે.

fallbacks

વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષના કારણે પણ આ પ્રકારની સમસ્યા થાય છે. જો વારંવાર ધનહાનિ થતી હોય તો તેના માટે જવાબદાર વાસ્તુ દોષ પણ હોય છે. વાસ્તુદોષ વ્યક્તિની પ્રગતિમાં પણ બાધા ઉત્પન્ન કરે છે. આજે તમને કેટલાક એવા ઉપાય જણાવીએ જેને કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

આ પણ વાંચો: 

નવરાત્રી દરમિયાન કરો આ 7 મંત્રોનો જાપ, જીવનભર તમારા ઘર-પરિવાર પર રહેશે માતાજીની કૃપા

નવરાત્રીમાં નવ દિવસ ઉપવાસ ન કરી શકો તો કરવું આ કામ, વ્રત કર્યા સમાન મળે છે ફળ

નવરાત્રી દરમિયાન ઘરમાં સ્થાપિત કરો શ્રી યંત્ર, થશે અઢળક લાભ જો આ વાતનું રાખશો ધ્યાન

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તનું વિશેષ મહત્વ હોય છે. આ સમય દરમિયાન કરેલા કેટલાક કાર્યો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યદેવને પ્રણામ કરવા તેનાથી પરિવારમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને દોષ દૂર થાય છે.

હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે સંધ્યા સમયે જે પૂજા કરવામાં આવે છે તેનું વિશેષ મહત્વ હોય છે. તેથી સાંજના સમયે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.

સૂર્યાસ્ત સમયે ઘરના દરેક ખૂણામાં પ્રકાશ હોવો જોઈએ. તેના માટે તમે ઘરના દરેક ખૂણામાં દીવો પ્રજવલિત કરી શકો છો. આમ કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે.

સૂર્યાસ્ત સમયે કોઈપણ વ્યક્તિએ પથારીમાં સૂવું જોઈએ નહીં. સાથે જ સૂર્યાસ્ત સમયે પિતૃઓનું સ્મરણ કરી તેમને નમસ્કાર કરવા જોઈએ. આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યા દૂર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More