Home> Spiritual
Advertisement
Prev
Next

કરિયરમાં નથી મળી રહી પ્રગતિ? ઓફિસના ટેબલ પર રાખવાનું શરૂ કરી દો આ 3 ચમત્કારી વસ્તુઓ

Vastu Shastra for Promotion: ઘણા વર્ષોની મહેનત છતાં તમને પ્રમોશન મળ્યું નથી? આજે અમે તમને ઓફિસના ટેબલ સાથે જોડાયેલા 3 વાસ્તુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે જીવનને સુખી બનાવી શકો છો.

કરિયરમાં નથી મળી રહી પ્રગતિ? ઓફિસના ટેબલ પર રાખવાનું શરૂ કરી દો આ 3 ચમત્કારી વસ્તુઓ

Lucky Plants for Career: જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જે પણ ધંધો કરે, તેને તેમાં ઘણી સફળતા મળે. પરંતુ દરેકનું આ સપનું પૂરું થતું નથી. જો તમે પણ નિષ્ફળતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ તો નિરાશ ન થાઓ. વાસ્તુશાસ્ત્રમાં એવા 3 ચમત્કારિક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને તમારા ટેબલ પર રાખવાથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલી શકે છે. ચાલો જાણીએ કઈ છે આ 3 વસ્તુઓ.

fallbacks

સોનાના સિક્કાઓથી ભરેલું જહાજ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમને સારું અપ્રેઝલ નથી મળી રહ્યું અથવા પ્રમોશન લાંબા સમયથી અટક્યું છે, તો તમે તમારા ટેબલ પર સોનાના સિક્કાઓથી ભરેલું જહાજ રાખવાનું શરૂ કરી શકો છો. આમ કરવાથી માત્ર પ્રમોશનની શક્યતાઓ જ નહીં, પરંતુ પગારમાં પણ બમ્પર વધારો થવાની સંભાવના છે.

fallbacks

ટેબલ પર વાંસનો છોડ
વાસ્તુ નિષ્ણાતોના મતે ટેબલ પર વાંસનો છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો પોતાના ટેબલ પર વાંસનો છોડ રાખે છે, તેમનું નસીબ ચમકતા વાર નથી લાગતી. જો આવો છોડ કોઈ વ્યક્તિ તરફથી ભેટમાં મળે તો તે વધુ ભાગ્યશાળી બને છે. તેનાથી જીવનની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

fallbacks

ક્રેસુલાનો છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ટેબલ પર ક્રેસુલાનો છોડ રાખવાથી પણ સફળતા મળે છે. તે છોડ રાખવાથી કારકિર્દીમાં પ્રગતિ તો થાય જ છે, પરંતુ ધનના આગમનની સંભાવના પણ બને છે. આ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટને બહુ ઓછા પાણીની જરૂર પડે છે. કરિયરમાં સફળતા માટે આવા છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

fallbacks

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી મળશે 30 રૂપિયે કિલો ટમેટા

મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More