Vastu Tips: સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર નો સંબંધ ઘર અને ઘરમાં રાખેલી વસ્તુઓ સાથે હોય છે. વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે અને પરિવારની પ્રગતિ થાય છે. સાથે જ વાસ્તુશાસ્ત્રના નિયમોનું ઉલંઘન થતું હોય તો ઘરમાં દરિદ્રતા વધવા લાગે છે. આજે તમને વાસ્તુશાસ્ત્રના આવા જ મહત્વના નિયમ વિશે જણાવીએ.
આ પણ વાંચો: ગુરુ અને ચંદ્ર ગ્રહ બનાવશે ગજકેસરી યોગ, વૃષભ, કર્ક સહિત 4 રાશીને થશે બમ્પર ફાયદો
વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ઘરમાં ત્રણ એવી વસ્તુ હોય છે જેને હંમેશા ભરેલી રાખવી જોઈએ. ઘરની આ વસ્તુઓ જો ખાલી થઈ જાય તો તેનાથી પરિવારને નુકસાન સહન કરવું પડે છે. જો આ વસ્તુઓ ખાલી હોય તો ઘરમાંથી ધન પણ ખાલી થવા લાગે છે.
ફૂલદાની
જો ઘરની સજાવટ માટે તમે કોઈ જગ્યાએ ફૂલદાની રાખી છે તો તેને ક્યારેય ખાલી રાખવી નહીં. ફૂલદાની માં હંમેશા ફુલ રાખવા જોઈએ. સાથે જ ફૂલ સુકાઈ જાય તો તેને બદલીને તાજા ફુલ રાખી દેવા. ઘરમાં ખાલી ફૂલદાની રાખવી જીવનમાં પણ ખામી સર્જે છે.
આ પણ વાંચો:શનિ ગ્રહ શુક્ર સાથે બનાવશે યુતિ, 3 રાશિવાળા રાજસુખ ભોગવશે, ધન લાભ સહિતના ફાયદા થશે
બાથરૂમમાં બાલટી
દરેક ઘરના બાથરૂમમાં બાલ્ટી રાખવામાં આવે છે. સ્નાન કરવા માટે બાલટીને પાણીથી ભરવામાં આવે છે અને પછી તેને ખાલી છોડી દેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભરેલી બાલટી ધન સમૃદ્ધિનો પ્રતીક છે પરંતુ જો બાલટીને ખાલી રાખવામાં આવે તો ધન સંબંધિત સમસ્યા આવે છે. જો બાલતીને ખાલી રાખવી હોય તો તેને હંમેશા ઉંધી રાખવી. સીધી પાર્ટી ને ખાલી રાખવાથી આવકના સોર્સ સુકાવા લાગે છે.
આ પણ વાંચો: શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્ય
પર્સ
પર્સ પુરુષનું હોય કે સ્ત્રીનું તેને ક્યારેય ખાલી છોડવું નહીં. જો તમે રોજ અલગ અલગ પર્સનો ઉપયોગ કરો છો તો જે પણ પર્સને ઉપયોગ કરીને રાખો તેમાં થોડા પૈસા રાખવા. ધન રાખેલ ઉપર ધનને આકર્ષિત કરે છે. ખાલી પર્સ ઘરમાં ગરીબી વધારે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે