Vastu Tips for Bedroom: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશાની પોતાની ઊર્જા હોય છે. આ ઉર્જા નું વિશેષ મહત્વ હોય છે. ઘરમાં તેનું બેલેન્સ જળવાય તો સકારાત્મક ઊર્જા વધે છે અને સાથે જ સુખ સમૃદ્ધિ પણ વધે છે. ઘરમાં રહેલી ઉર્જા નો પ્રભાવ વ્યક્તિના શારીરિક માનસિક અને આર્થિક વિકાસ પર પણ પડે છે. જાણે અજાણે જ્યારે ઘરની સજાવટ માટે એવી વસ્તુઓને રાખી લેવામાં આવે જે નકારાત્મકતા વધારે તો તેની અસર પણ ઘરમાં રહેતા લોકોના જીવન પર પડે છે. ખાસ કરીને બેડરૂમમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જે દુર્ભાગ્ય અસફળતા અને ધનહાનિનું કારણ બને.
બેડરૂમને ડેકોરેટ કરવા માટે એવી વસ્તુઓ ન લેવી જોઈએ જે નકારાત્મક ઉર્જા વધારે. બેડરૂમમાં બિનજરૂરી વસ્તુઓ રાખવાથી સંબંધો ખરાબ થાય છે અને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો તમને જણાવીએ બેડરૂમમાં રાખેલી એવી કેટલીક વસ્તુઓ વિશે જે દુર્ભાગ્ય લાવે છે અને ધનહાનિ કરાવે છે.
બેડરુમમાં ન રાખવી આ વસ્તુઓ
આ પણ વાંચો:
શુક્ર ગ્રહનો કર્ક રાશિમાં પ્રવેશ, 23 દિવસમાં આ 3 રાશિના લોકોને શુક્ર કરશે માલામાલ
Rajyog: ઓગસ્ટ મહિનાના સર્જાશે બે રાજયોગ, 3 રાશિના લોકો આ મહિનામાં બનશે કરોડપતિ
ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો આ વસ્તુ, તમારા ઘરમાં હંમેશા રહેશે માતા લક્ષ્મીનો વાસ
- બેડરૂમમાં બેડની સામે ક્યારેય અરીસો કે ડ્રેસિંગ ટેબલ ન રાખો. સવારે જાગીને સૌથી પહેલા અરીસો જોવો અશુભ ગણાય છે તેનાથી સંબંધો પણ બગડે છે અને કાર્યોમાં નિષ્ફળતા મળે છે.
- બેડરૂમમાં મૃત્યુ વ્યક્તિની તસ્વીર પણ ન લગાડવી જોઈએ પૂર્વજોની તસવીર બેડરૂમમાં લગાડવાથી માનસિક ચિંતા વધે છે અને ઊંઘમાં પણ બાધા આવે છે.
- બેડરૂમમાં ભૂલથી પણ જૂતા કે ચપ્પલ ન રાખવા જોઈએ. જો તમે ઘરમાં સ્લીપર પહેરતા હોય તો તેને પણ રાત્રે માથાની તરફ ઉતારવા નહીં.
- બેડરૂમના ડેકોરેશનમાં ક્યારેય ધારદાર વસ્તુઓ રાખવી જોઈએ નહીં. આ સિવાય બેડરૂમમાં કાંટાવાળા છોડ પણ ન રાખવા.
- બેડરૂમમાં સાવરણી રાખવાની પણ મનાઈ હોય છે. સાવરણી બેડરૂમમાં રાખવાથી સંબંધો ખરાબ થાય છે.
- માથા તરફ ક્યારેય દવા કે ખાવા પીવાની વસ્તુઓ પણ ન રાખવી. આવી વસ્તુઓ માથા તરફ રાખવાથી અનિંદ્રાની સમસ્યા વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે