Shukra Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ શુભ ગ્રહ છે તે સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને પ્રેમનો કારક ગ્રહ ગણાય છે. શુક્ર ગ્રહની સ્થિતિ કુંડળીમાં મજબૂત હોય તો વ્યક્તિ વિલાસતામાં જીવન પસાર કરે છે, શુક્રના કારણે આકર્ષણમાં વૃદ્ધિ થાય છે અને સૌંદર્ય પણ વધે છે. શુક્ર વૈભવી જીવન આપનાર ગ્રહ છે. શુક્રનું ગોચર પણ જાતકોને અલગ અલગ લાભ. અનુસાર શુક્ર રાશિ કે નક્ષત્ર બદલે તો વ્યક્તિને કારકિર્દી અને પ્રેમ જીવનમાં સારા પરિણામ મળી શકે છે. જુલાઈ મહિનામાં પણ શુક્ર આ રીતે ગોચર કરવા જઈ રહ્યો છે. 8 જુલાઈ 2025 ના રોજ શુક્ર ચંદ્રના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરશે. શુક્રનું આ ગોચર ત્રણ રાશીના લોકો માટે કલ્યાણકારી સાબિત થશે.
આ પણ વાંચો: 6 જુલાઈ અને રવિવારથી શરુ થઈ રહ્યો છે ચાતુર્માસ, જાણો માસમાં શું કરવું અને શું નહીં
વૃષભ રાશિ
શુક્રનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિ માટે શુભ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે અચાનક ધનલાભ પણ થઈ શકે છે. વિવાહિત લોકોનું દાંપત્યજીવન મધુર રહેશે. વેપારીઓને મોટો પ્રોજેક્ટ મળવાની સંભાવના. શુક્ર ગોચરથી સંબંધો મજબૂત થશે. ઘર અને બહાર બંને જગ્યાએ સુખ સહયોગ પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: 7 જુલાઈથી સંભાળીને રહે મેષ સહિત આ 4 રાશિઓ, નોકરી-વેપાર અને પરિવારમાં વધશે મુશ્કેલીઓ
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે પણ શુક્ર નોકરીમાં નવી તકો લાવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને સફળતા મળશે. વાતચીતની શૈલીથી લોકો આકર્ષિત થશે. કર્ક રાશિના લોકોનું નેટવર્કિંગ સારું થશે અને સારી ઓફર મળી શકે છે. વિદેશ યાત્રાના પણ પ્રબળ યોગ બની રહ્યા છે. લવ લાઇફમાં શુભ પ્રભાત જોવા મળશે સમાજમાં માન સન્માન વધી શકે છે.
આ પણ વાંચો: 7 જુલાઈથી આ 7 રાશિના લોકો કરશે જલસા, સૂર્યના નક્ષત્ર ગોચરથી કરિયર કરશે શાઈન
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ શુક્ર લાભકારી રહેવાનું છે. આ સમય દરમિયાન ધન લાભ પ્રાપ્ત થવાની સંભાવના. વિવાહિત જાતકોનું દાંપત્યજીવન મધુર રહેશે. નવા સંપર્કોથી આર્થિક લાભ થવાની શક્યતા. પરિવારના લોકોને સહયોગ પ્રાપ્ત થશે. ભવિષ્યમાં આર્થિક લાભ કરાવે તેવી યોજના આકાર લઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે