Venus Transit in Taurus 2023 in Gujarati: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે. હાલમાં જ શુક્ર ગ્રહે ગોચર કરીને સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કર્યો છે. શુક્રનું વૃષભ રાશિમાં રહેવું અનેક રાશિવાળાઓને સારું ફળ આપે છે. જ્યારે 12 એપ્રિલના રોજ શુક્ર વર્ગોત્તમ રહેશે. વાત જાણે એમ છે કે જ્યારે કોઈ ગ્રહ જન્મ કુંડળી અને નવાંશ કુંડળીમાં એક જ રાશિમાં આવી જાય તો તે ગ્રહની તાકાત વધે છે. એટલે કે તે પોતાનું પૂર્ણ ફળ આપે છે. શુક્ર ગ્રહ જન્મકુંડળીમાં વૃષભ રાશિમાં સ્થિત છે અને નવાંશ કુંડળીમાં 12 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં તે ઉચ્ચ અવસ્થામાં રહેશે. આથી આ સમયગાળામાં 4 રાશિઓને ધનલાભ થશે.
શુક્ર આ રાશિવાળાઓનો કરાવશે ભાગ્યોદય
વૃષભ રાશિ
શુક્ર ગ્રહ વર્ગોત્તમ હોવાથી વૃષભ રાશિવાળાને ખુબ લાભ કરાવશે. આ જાતકોને માન સન્માન, પદોન્નતિ મળશે. જબરદસ્ત ધનલાભ થઈ શકે છે. ગ્લેમર ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. વેપાર પણ સારો રહેશે.
કર્ક રાશિ
શુક્ર ગ્રહનું વર્ગોત્તમ હોવું કર્ક રાશિવાળા માટે ધનલાભના પ્રબળ યોગ બનાવશે. વેપારી વર્ગને મોટો ઓર્ડર મળી શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરી શકે છે. જો કે વિદ્યાર્થીઓને આકરી મહેનત બાદ જ ફળ મળશે.
કન્યા રાશિ
શુક્ર ગ્રહનું વર્ગોત્તમ હોવું કન્યા રાશિવાળાને જોખમભર્યા રોકાણથી લાભ કરાવી શકે છે. આ ઉપરાંત જે લોકો શેર બજાર, સટ્ટા અને લોટરી સાથે જોડાયેલા છે તેમને વિશેષ ધનલાભ થઈ શકે છે. ધર્મ અને કર્મમાં રૂચિ રહેશે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે.
સિંહ રાશિ
શુક્ર ગ્રહનું વર્ગોત્તમ થવું સિંહ રાશિના જાતકોનું માન સન્માન અને પ્રતિષ્ઠા વધારશે. રાજકારણમાં સક્રિય લોકોને મોટું પદ મળી શકે છે. કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. નોકરીમાં પદોન્નતિ મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે