Home> Spiritual
Advertisement
Prev
Next

Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો

sawan month 2023: ભગવાન શિવજીનો પાવન મહિનો એટલે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા લાભકારી માનવામાં આવે છે. આખો શ્રાવણ મહિનો ભક્તો ભક્તિમાં ડુબેલા જોવા મળે છે. એવી માન્યતા પણ છે કે, શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે તો ભગવાન ખુદ ધરતી પર આવીને તેમની મદદ કરે છે.

Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો

Sawan month 2023: ભગવાન શિવજીનો પાવન મહિનો એટલે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા લાભકારી માનવામાં આવે છે. આખો શ્રાવણ મહિનો ભક્તો ભક્તિમાં ડુબેલા જોવા મળે છે. એવી માન્યતા પણ છે કે, શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે તો ભગવાન ખુદ ધરતી પર આવીને તેમની મદદ કરે છે. કુંવારી યુવતી સારો વર મેળવવા અને પરણિત સ્ત્રી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.  

fallbacks

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, મહિલાઓએ શિવલિંગને અડવું અશુભ મનાઈ છે. પણ આવું શા માટે કહેવાય છે તેના કારણોથી હજુ ઘણી મહિલાઓ અજાણ હશે. જેથી ઘણી મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરીને પૂજા કરવાની ભૂલ કરે છે. ત્યારે આ માન્યતા પાછળ શું કારણે છે તે જોઈએ.

Income Tax: ITR ભરતી વખતે લોકો કરે છે આ ભૂલો, ટેક્સ ચૂકવતી કરશો નહી ઇગ્નોર
શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર

ધાર્મિક માન્યતા અને લોકવાયકા મુજબ એવું કહેવાય છેકે, શિવજીનું તપ ભંગ ન થાય તે માટે મહિલાઓએ શિવજીથી દૂર રહેવું જોઈએ તેવું માનવામાં આવે છે. કેમ કે, ભગવાન શિવ હંમેશા લાંબી તપસ્યામાં લિન હોય છે. ત્યારે તેમની તપસ્યા ભંગ ન થાય તે માટે પૂજા હંમેશા દૂરથી કરવી જોઈએ. આ સાથે કુંવારી યુવતીઓએ ક્યારેય શિવજીની પરિક્રમા ન કરવી જોઈએ. 

સમાજમાં પ્રચલિત દંતકથા અનુસાર, અવિવાહિત યુવતીઓને શિવલિંગની નજીક જવાની મંજૂરી નથી. આ માન્યતાઓ મુજબ, જો કુંવારી યુવતીઓ શિવલિંગની ફરતે ભ્રમણ કરે તો ભગવાન શિવજીની તપસ્યામાં ભંગ થાય છે. અને ભગવાન ક્રોધિત થઈ જાય છે. એક માન્યતા એવી પણ છે કે, યુવતીઓ શિવલિંગની પૂજા કરે તે પાર્વતી માતાને પંસદ નથી. અને કરેલી પૂજાનું ફળ મળતું નથી. 

Vastu Tips: સવારે ઉઠીને ક્યારેય જોશો નહી આ વસ્તુઓ, નહીંતર ગરીબી ઘર કરી જશે
Feng Shui Tips: ફેંગશુઈ હાથીના ફાયદા જાણશો, આજે જ ઘરે લાવશો, ધનના થશે ઢગલા

ભલે કુંવારી યુવતીઓને શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ હોય પણ તેમની પૂજા કરવાની મનાઈ નથી. ખાસ કરીને શ્રાવણ માસમાં શિવજીની પૂજા યુવતીઓ માટે સૌથી લાભદાયી છે. ભગવાન શંકરની પૂજા કરવાથી તેમને પ્રસન્ન થઈને કુંવારી યુવતીઓને સારો વર મળવાના આશીર્વાદ આપે છે. આ સાથે શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવના આર્ધાંગિની દેવી પાર્વતીની પૂજા પણ ઉપયોગી મનાઈ છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે.  ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!
વરસાદ બાદના ઉકળાટમાં ધડાધડ વેચાઇ રહ્યું છે 500 રૂપિયામાં આ AC, કિંમત ફક્ત 500થી શરૂ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More