Home> Spiritual
Advertisement
Prev
Next

હવન કે યજ્ઞ કરતા સમયે મંત્ર બોલ્યા પછી કેમ કેહવાય છે સ્વાહા

હિન્દુ ધર્મમાં કોઈ પણ સારુ કાર્ય હવન વગર પૂરુ થઈ શકે નહીં. જ્યારે પણ ઘરમાં સત્યનારાયણની પૂજા હોય, અથવા કઈ પણ નવા કાર્ય કરતા સમયે કે પૂજામાં હવન તે જરૂરી હોય છે

હવન કે યજ્ઞ કરતા સમયે મંત્ર બોલ્યા પછી કેમ કેહવાય છે સ્વાહા

નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં કોઈ પણ સારુ કાર્ય હવન વગર પૂરુ થઈ શકે નહીં. જ્યારે પણ ઘરમાં સત્યનારાયણની પૂજા હોય, અથવા કઈ પણ નવા કાર્ય કરતા સમયે કે પૂજામાં હવન તે જરૂરી હોય છે. નવરાત્રિના સમયમાં 9 દિવસ હવન તે જરૂરી હોય છે. હવન કરતા સમયે જેટલી વાર આહૂતિ નખાય છે તેટલી વાર સ્વાહા બોલવામાં આવે છે. જાણો કેમ તેના વિશે બોલવામાં આવે છે.

fallbacks

મંત્રના ઉચ્ચારણ પછી જ કેમ સ્વાહા કહેવાય છે
સ્વાહાનો અર્થ એક યોગ્ય રીતનું વર્તન હોય છે. મંત્રના ઉચ્ચારણ કરતા સમયે જ્યારે પણ હવન કરતા સમયે સામગ્રીમાં અગ્નિમાં આહૂતિ નાખવાના સમયે સ્વાહા કહેવામાં આવે છે. તે સ્વાહા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. કોઈ હવન કે યજ્ઞ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેમાં સ્વાહા કહીને દેવતાને યાદ કરાય છે. અગ્નિ તે માણસને દેવતા સાથે જોડવા માટેનું એક સાધન છે. માણસ મધ, ઘી, હવન સામગ્રી જે કઈ પણ ભગવાન સુધી પહોંચવા માટે અગ્નિ એક સરળતમ માધ્યમ છે.

આ પણ વાંચો:- જાહેરમાં માસ્ક કાઢવાની ન કરતા ભૂલ, હવાથી પણ ફેલાઈ રહ્યો છે કોરોના

સ્વાહા કહેવા પાછળ જોડાયેલી છે પૌરાણિક કથા
પૌરાણિક કથાના અનુસાર સ્વાહાએ પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. સ્વાહાના લગ્ન અગ્નિદેવ સાથે કરવામાં આવ્યા હતા. (Swaha was married to agnidev) અગ્નિદેવની પત્ની સ્વાહાના માધ્યમથી દેવતાઓ સુધી પહોંચી શકાય છે. દંતકથાના અનુસાર એક વાર દેવતાઓની પાસે અન્નની ખોટ હોવાના કારણે બધા દેવતાઓ બ્રહ્મા દેવની પાસે પહોંચ્યા. ત્યારે બ્રહ્મા દેવએ કહ્યું કે સ્વાહાના પ્રભાવથી અગ્નિદેવને યજ્ઞમાં શક્તિ મળે છે. યજ્ઞની અગ્નિમાં સ્વાહાથી આહૂતિ ભસ્મ થઈ જાય છે. જેથી દેવતાઓ તેને ગ્રહણ કરી શકે છે. ત્યારથી સ્વાહા બોલવાથી કોઈ પણ મંત્રની સમાપ્તી થઈ જાય છે.

(નોંધ: આ લેખ સામાન્ય જાણકારી અને માન્યતાઓના આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More