Home> Spiritual
Advertisement
Prev
Next

18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ઉજ્જૈનમાં શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમમાં ક્ષિપ્રા નદીના કિનારે એક સાથે 18 લાખ 82 હજાર દીવાઓ પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે. જણાવી દઈએ કે ઉજ્જૈને અયોધ્યાના 15 લાખ દીપોત્સવનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે સીએમ શિવરાજને સર્ટિફિકેટ સોંપ્યું.

18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

મહાશિવરાત્રીના અવસર પર, ઉજ્જૈનના રામ ઘાટ પર આયોજિત "શિવ જ્યોતિ અર્પણમ 2023" કાર્યક્રમમાં 18 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેણે પણ આ દ્રશ્ય જોયું તે જોતો જ રહ્યો. શિવજીની શોભાયાત્રામાં જાણે તારાઓ જમીન પર ઉતરી આવ્યા હોય તેવું લાગતું હતું. ઉજ્જૈનમાં શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમમાં ક્ષિપ્રા નદીના કિનારે એક સાથે 18 લાખ 82 હજાર દીવાઓ પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે. જણાવી દઈએ કે ઉજ્જૈને અયોધ્યાના 15 લાખ દીપોત્સવનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે સીએમ શિવરાજને સર્ટિફિકેટ સોંપ્યું.

fallbacks

જણાવી દઈએ કે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. 18 લાખ દીવાઓની રોશની સાથે ઉજ્જૈનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. સાંજે હૂટર વાગતાની સાથે જ દીવા પ્રગટાવવામાં આવ્યા અને દીવા ગણ્યા. આ દરમિયાન ઘાટ પર લાઈટ બંધ થઈ ગઈ હતી. જેના કારણે દીવાઓનો પ્રકાશ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

આ પણ વાંયો:
mPassport Police એપ થઈ લોન્ચ, પાસપોર્ટ બનાવવા માટે હવે ભાગદોડ નહીં કરવી પડે
મદદના નામે નાપાક હરકત, તુર્કીએ ગયા વર્ષે મોકલેલી રાહત સામગ્રી જ પાકે પાછી ફટકારી!
અમદાવાદની ચમક વઘશે, આ બ્રિજને લાંબો કરવાનો છૂટ્યો આદેશ, હવે નહિ થાય ટ્રાફિક જામ

સીએમ શિવરાજે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ શિપ્રા કિનારો લાખો દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. દીપોત્સવ પહેલા સીએમ શિવરાજે ગર્ભગૃહમાં બાબા મહાકાલના દર્શન કર્યા હતા. 

આ પણ વાંયો:
રાહુલને તક આપી કેમ પસ્તાયો રોહિત? ગ્રાઉન્ડમાં જે થયું એ જોઈ ગયો કેપ્ટનનો પિત્તો
ખેડૂતો માટે મોટી ખુશીના સમાચાર, વ્યાજ વિના 5 લાખ રૂપિયાની લોન આપશે સરકાર
બાપરે...ચીનમાં વધુ એક ધનકુબેર ગુમ! વાત જાહેર થતા જ પડી ગયા કંપનીના 'પાટિયા'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More