Home> Spiritual
Advertisement
Prev
Next

સિંહ વાર્ષિક રાશિફળ: સિંહ રાશિવાળા માટે જબરદસ્ત રહેશે વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ, જાણો ક્યારે થશે બંપર ધનલાભ?

વિક્રમ સંવત ૨૦૮૧નું નવું વર્ષ સિંહ રાશિવાળા માટે કેવું રહેશે....ક્યારે તમારો શુભ સમય રહેશે અને કયો સમય તમારે સાચવીને કાઢવો પડશે તે ખાસ જાણો. 

સિંહ વાર્ષિક રાશિફળ: સિંહ રાશિવાળા માટે જબરદસ્ત રહેશે વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ, જાણો ક્યારે થશે બંપર ધનલાભ?

જ્યોતિષી ચેતન પટેલ, સિંહ રાશિફળ : વિક્રમ સંવત ૨૦૮૧ ની શરૂ આતથી વૃષભનો ગુરૂ તમારી રાશિથી દસમા ભાવે રહે છે જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે મુસાફરી કે પ્રવાસ કરાવે નોકરિયાત વર્ગને નોકરીમાં  ફેરફાર કે બદલીના યોગ બને. તા.૧૪-૦૫-૨૦૨૫થી મિથુ નો  ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ કરાવે છે. જે વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિના યોગ બનાવે છે. સમાજમાં યશ, નામ-પ્રતિષ્ઠા વધારે. આવક ના સાધનો ઊભા થાય ધન પ્રાપ્તિના યોગ બને. 

fallbacks

વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી  સાતમાં સ્થાનમાં રહે છે, જે લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદથી બચવું, લગ્નમાં વિલંબના યોગ બને.

તા.૨૯-૦૩-૨૦૨૫થી મીન રાશિનો શનિ તમારી રાશિથી આઠમા ભાવે ભ્રમણ કરતા જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાય. શારીરિક તકલીફો વધે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધે નોકરિયાત વર્ગે નોકરી માં સ્થિર રહેવું. 

સ્ત્રી વર્ગ માટે:  એકંદરે આવકની દ્રષ્ટિએ વર્ષ સારું. વાદવિવાદથી દૂર રહેવું વર્ષની મધ્યથી કાર્ય સફળતાના યોગ બને, રોકાયેલા પ્રશ્નો પુરા થાય.

વિદ્યાર્થીઓ માટે : આ વર્ષે શરૂઆતથી જ લાભદાયી પુરવાર થાય  અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગ બને, મહેનત થી ધાર્યું પરિણામ મળી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More