ન્હાવું એ રોજની એક એવી પ્રક્રિયા છે જે આપણા બધા કરતા હોઈએ છીએ. આમ કરવાથી શરીરની સફાઈની સાથે સાથે મનમાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. શાસ્ત્રોની વાત કરીએ તો તેમાં સ્નાનને લઈને અનેક નિયમ જણાવવામાં આવ્યા છે. જેનું આપણે પાલન કરવું હિતાવહ છે. આમ ન કરીએ તો પરિવાર સાથે કોઈ પણ અનહોની થવાની આશંકા વધે છે.
સ્નાન બાદ કયા કામ ન કરવા જોઈએ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય ચપ્પલ પહેરીને સ્નાન કરવું જોઈએ નહીં. ન્હાતા પહેલા ચપલ કાઢી લો એવી કોશિશ કરવી. જો ઠંડીના કારણે ઉતારી શકતા હોવ તો ન્હાયા બાદ પગ પર ફરીથી પાણી નાખવું જોઈએ નહીં કારણ કે આમ કરવું અશુભ ગણાય છે.
શાસ્ત્રો મુજબ ન્હાયા બાદ બાથરૂમમાં ક્યારેય સાબુનું ગંદુ પાણી રાખવું જોઈએ નહીં. આમ કરવાથી રાહુ-કેતુની ખરાબ દ્રષ્ટિ પરિવાર પર પડી શકે છે. જેનાથી અનિષ્ટ થવાની આશંકા રહે છે. પરિવારના લોકો સંકટમાં ઘેરાઈ શકે છે.
ડોલ ખાલી ન રાખવી
બાથરૂમમાંથી નીકળતી વખતે ડોલ ક્યારેય ખાલી રાખવી જોઈએ નહીં. જો તેને છોડવી પણ પડે તો ઊંઘી મૂકવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે કે બાધરૂમમાં રાખેલી ખાલી ડોલ ઘરમાં દરિદ્રતા લાવે છે. જેનાથી પરિવારને નુકસાન થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ન્હાયા બાદ બાથરૂમ ક્યારેય ગંદો મૂકી રાખવો જોઈએ નહીં. નહીં તો ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થવા લાગે છે. આથી બાથરૂમમાંથી નીકળતી વખતે તેને સારી રીતે ચોખ્ખો કરી દેવો જોઈએ.
તરત સેંથામાં સિંદૂર ન પૂરવું જોઈએ
શાસ્ત્રોમાં કહેવાયુ છે કે સ્નાન બાદ તરત મહિલાઓએ સેંથામાં સિંદૂર પૂરવું જોઈએ નહીં. એવી માન્યતા છે કે જો ભૂલેચૂકે આ ભૂલ કરીએ તો પતિઓની ઉંમર ઘટે છે અને બીમારી ઘરમાં પ્રવેશ કરે છે. તેની જગ્યાએ મહિલાઓએ થોડીવાર બાદ ભોજન કરીને જ સિંદૂર પૂરવું જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે