Home> Sports
Advertisement
Prev
Next

ડિવિલિયર્સે ફેન્સને આપ્યો જોરદાર ઝટકો, ધન્યવાદ કહી IPL ને પણ કહ્યું બાય-બાય

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સે તમામને ચોંકાવતા હવે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હવે તે IPL અને દુનિયાની કોઈપણ ટી20 ક્રિકેટ લીગમાં નહીં રમે. ડિવિલિયર્સે IPL ના 184 મેચમાં કુલ 5162 રન બનાવ્યા, જેમાં 40 ફિફ્ટી અને 3 સદી સામેલ છે.

ડિવિલિયર્સે ફેન્સને આપ્યો જોરદાર ઝટકો, ધન્યવાદ કહી IPL ને પણ કહ્યું બાય-બાય

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સે સૌ કોઈને ચોંકાવતા હવે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. એબી ડિવિલિયર્સ જો કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યો હતો, પરંતુ હવે તે IPL અને દુનિયાની કોઈપણ ટી20 ક્રિકેટ લીગમાં રમશે નહીં. એબી ડિવિલિયર્સે ટ્વીટ કરતા લખ્યું- આ એક અવિશ્વસનીય યાત્રા રહી છે, પરંતુ મને તમામ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. મેં મારા બેકયાર્ડમાં મોટા ભાઈઓ સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી મેં આ રમત પૂરા આનંદ અને નિરંકુશ ઉત્સાહથી રમી છે. હવે 37 વર્ષની ઉંમરમાં તે જ્યોત હવે એટલી ઝડપથી બળતી નથી. આભાર.

fallbacks

શાનદાર રહ્યું ડિવિલિયર્સનું ક્રિકેટ કરિયર
ડિવિલિયર્સે IPL ના 184 મેચમાં કુલ 5162 રન બનાવ્યા, જેમાં 40 ફિફ્ટી અને 3 સદી સામેલ છે. ડિવિલિયર્સનો સ્ટ્રાઈક રેટ આ દરમિયાન 151 થી વધારે રહ્યો છે. ડિવિલિયર્સે તેના દેશ દક્ષિણ આફ્રિકા માટે 114 ટેસ્ટ મેચની 91 ઇનિંગમાં 50.66 ની સરેરાશથી 8765 રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 46 ફિફ્ટી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 278 છે. ત્યારે તેણે 228 વન ડે મેચ રમી છે, જેમાં 53.50 ની સરેરાશથી 9577 રન બનાવ્યા છે. વન ડેમાં તેના નામે 25 સદી અને 53 ફિફ્ટી સામેલ છે.

IND vs NZ: ખતરામાં છે આ ખેલાડીનું ક્રિકેટ કરિયર? રોહિત શર્મા આજે આપી શકે છે જીવનદાન

શાનદાર છે રેકોર્ડ્સ
વનડેમાં તેનો સૌથી વધુ સ્કોર 176 રન છે. ટી-20 માં ડિવિલિયર્સે તેના દેશ માટે 78 મેચ રમી છે અને 1672 રન બનાવ્યા છે. ટી-20 માં તેણે 26.12 ની સરેરાશથી રન બનાવ્યા છે. રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેના નામે 10 ફિફ્ટી અને નાબાદ 79 નો સર્વોચ્ચ સ્કોર છે. તમને જણાવી દઇએ કે, એબી ડિવિલિયર્સે તેના આખા ટી20 કરિયરમાં 9424 રન બનાવ્યા. ડિવિલિયર્સે 4 સદી અને 69 ફિફ્ટી ફટકારી. 340 ટી20 મેચમાં તેની બેટિંગ સરેરાશ 37.24 ની રહી જે ખરેખરમાં પ્રશંસાને પાત્ર છે. મિસ્ટર 360 ડિગ્રીના નામથી જાણિતા ડિવિલિયર્સે તેના ટી20 કરિયરમાં 436 સિક્સ મારી. આ સાથે તેણે 230 કેચ પણ પકડ્યા છે.

Anupama Spoiler Alert: પુત્રએ લીધો પિતાનો બદલો, શું અનુપમા બચાવશે બાની ઈજ્જત!

RCB એ આપ્યું આ રિએક્શન
RCB એ ટ્વીટ કરી લખ્યું, એબી ડિવિલિયર્સના રમતના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત. એક યુગનો અંત થયો. તમારા જેવું કોઈ નથી, એબી. અમે તમને આરસીબીમાં ખુબ જ મિસ કરીશું. જે પણ તમે કર્યું અને ટીમને જે પણ આપ્યું. ફેન્સ માટે અને ક્રિકેટના ચાહકો તરફથી આપનો આભાર. હેપ્પી રિટાયરમેન્ટ, લેજન્ડ.

કૃષિ કાયદાને રદ કરવા પર રાકેશ ટિકેટની ચીમકી, ખેડૂત આંદોલનને લઇને કહી આ મોટી વાત

ડિવિલિયર્સે કહી દિલની વાત
ડિવિલિયર્સે કહ્યું- આ (ઉંમર) વાસ્તવિકતા છે, જેને મારે સ્વીકારી જોઇએ અને ભલે તે અચાનક લાગે, તેથી હું આજે આ જાહેરાત કરી રહ્યો છું, મારી પાસે મારો સમય છે. ક્રિકેટ મારા માટે અસાધારણ રૂપથી દયાળુ રહી છે. ભલે ટાઈટન્સ અથવા પ્રોટીઝ અથવા આરસીબી અથવા વિશ્વભરમાં રમતા હોય, રમતે મને અકલ્પનીય અનુભવો અને તકો આપી છે, અને હું હંમેશ માટે આભારી રહીશ. એબી ડિવિલિયર્સે વધુમાં કહ્યું- હું દરેક ટીમના સાથી, દરેક પ્રતિસ્પર્ધી, દરેક કોચ, દરેક ફિઝ્યો અને દરેક સ્ટાફ મેમ્બરનો આભાર માનવા માંગુ છું, જેમે આ જ માર્ગે સફર કરી છે અને દક્ષિણ આફ્રિકામાં, ભારતમાં, જ્યાં પણ હું રમ્યો છું, મને મળ્યા સમર્થનથી હું વિનમ્ર છું. અંતમાં મને ખબર છે કે મારો પરિવાર- મારા માતા-પિતા, મારા ભાઈ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વગર કંઈપણ સંભવ ન હોત. હું મારા જીવનમાં આગામી અધ્યાયની પ્રતીક્ષા કરી રહ્યો છું, જ્યારે હું વાસ્તવમાં તેને પ્રથમ સ્થાન પર રાખી શકું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More