Home> Sports
Advertisement
Prev
Next

Abhishek Sharma Century: 6,6,6... પોતાની બીજી મેચમાં અભિષેક શર્માએ હેટ્રિક સિક્સ સાથે ફટકારી સદી

Abhishek Sharma Century: આઈપીએલ-2024માં ધૂમ મચાવનાર અભિષેક શર્માએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ઝિમ્બાબ્વે સામે બીજી ટી20 મેચમાં અભિષેકે શાનદાર સદી ફટકારી છે.
 

Abhishek Sharma Century: 6,6,6... પોતાની બીજી મેચમાં અભિષેક શર્માએ હેટ્રિક સિક્સ સાથે ફટકારી સદી

હરારેઃ અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સિરીઝની પ્રથમ મેચમાં પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. તેની ઈનિંગ 4 બોલમાં સમાપ્ત થઈ ગઈ હતી. તે શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. પરંતુ એક દિવસ બાદ અભિષેક શર્માએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી દીધી છે. પોતાની બીજી આંતરરાષ્ટ્રીય મેચમાં અભિષેક શર્માએ 46 બોલમાં સદી ફટકારી છે. અડધી સદીથી સદી સુધી પહોંચવા માટે તેણે માત્ર 13 બોલનો સામનો કર્યો હતો..

fallbacks

હેટ્રિક સિક્સથી અભિષેકની સદી
અભિષેક શર્માએ સતત ત્રણ બોલ પર ત્રણ સિક્સ ફટકારી પોતાની સદી પૂરી કરી હતી. તે દર્શાવે છે કે યુવા બેટર રેકોર્ડ માટે રમતો નથી. અભિષેક 43 બોલમાં 82 રન બનાવી રમી રહ્યો હતો. ત્યારબાદ વેલિંગટન મસાકાડ્ઝાનાને સતત ત્રણ સિક્સ ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ અભિષેક શર્મા બીજા બોલે આઉટ પણ થઈ ગયો હતો. અભિષેક શર્માએ 47 બોલમાં પોતાની 100 રનની ઈનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 8 સિક્સ ફટકારી હતી.

ભારત માટે બનાવ્યો આ રેકોર્ડ
અભિષેકે ટી20 કરિયરમાં પ્રથમ સદી ફટકારવા માટે સૌથી ઓછી મેચ રમી છે. આ મામલામાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિત ઘણા દિગ્ગજો પાછળ છૂટી ગયા છે. ભારત માટે સૌથી ઓછી મેચ રમતા પ્રથમ ટી20 સદી ફટકારવાનો રેકોર્ડ દીપક હુડ્ડાના નામે હતો. તેણે ત્રણ મુકાબલામાં આ કમાલ કર્યો હતો. પરંતુ અભિષેક શર્માએ બીજી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે કરિયરની છઠ્ઠી મેચમાં સદી ફટકારી હતી.

ભારત માટે ટી20માં સદી ફટકારનાર ચોથો સૌથી યુવા ખેલાડી બન્યો અભિષેક
ટીમ ઈન્ડિયા માટે ટી20 મેચમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડીઓના લિસ્ટમાં અભિષેક ચોથા નંબર પર આવી ગયો છે. આ લિસ્ટમાં યશસ્વી ટોપ પર છે. તેણે 21 વર્ષ 279 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી. ગિલ બીજા નંબરે અને રૈના ત્રીજા સ્થાને છે. તો અભિષેક ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે 23 વર્ષ અને 307 દિવસની ઉંમરમાં ટીમ ઈન્ડિયા માટે ટી20 સદી ફટકારી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More