Home> Sports
Advertisement
Prev
Next

U19 Asia Cup IND vs AFG: અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવી ભારતીય ટીમ સેમીફાઇનલમાં

અન્ડર-19 એશિયા કપમાં યશ ઢુલની આગેવાનીમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા સેમીફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. 
 

U19 Asia Cup IND vs AFG: અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવી ભારતીય ટીમ સેમીફાઇનલમાં

દુબઈઃ ભારતે યૂએઈમાં ચાલી રહેલા અન્ડર-19 એશિયા કપમાં અફઘાનિસ્તાનને સોમવારે 4 વિકેટે પરાજય આપ્યો છે. ભારતની ટૂર્નામેન્ટમાં આ બીજી જીત છે અને તેણે સેમીફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતે પ્રથમ મેચમાં યૂએઈને 154 રને પરાજય આપ્યો હતો, જ્યારે બીજી મેચમાં પાકિસ્તાન સામે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ મેચ બાદ ભારતના ગ્રુપ-એમાં ચાર પોઈન્ટ છે અને તેણે આ ગ્રુપમાં પાકિસ્તાન સાથે સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 

fallbacks

અફઘાનિસ્તાને આપેલા 260 રનના લક્ષ્યને ભારતે 48.2 ઓવરમાં છ વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. ભારત તરફથી હરનૂર સિંહે 74 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 65 કન, રાજ બાવાએ 55 બોલમાં અણનમ 43 અને કેપ્ટન યશ ઢુલે 26 રન બનાવ્યા હતા. આ સિવાય એ રઘુવંશીએ 47 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 35 રન, શેખ રશીદે છ, આરાધ્ય યાદવે 12 અને કૌશલ તામ્બેએ 29 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નૂર અહમદે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. 

આ પહેલા અફઘાનિસ્તાનની અડર-19 ટીમે 50 ઓવરમાં ચાર વિકેટે 259 રન બનાવ્યા હતા. ટીમ માટે એજાઝ અહમદ અહમદઝાઈએ 68 બોલમાં એક ફોર અને સાત સિક્સની મદદથી અણનમ 86 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન સુલેમાન સૈફીએ 73 અને અલ્લાહ નૂરે 26 રનનું યોગદાન આપ્યુ હતું. ભારત તરફથી રાજવર્ધન, રાજ બાજવા, વિક્કી અને કૌશલે એક-એક વિકેટ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More