Home> Sports
Advertisement
Prev
Next

એયરો ઈન્ડિયા શોઃ પીવી સિંધુએ ભારતમાં બનેલા તેજસ ફાઇટર જેટમાં ભરી ઉડાન

સિંધુ તેજસમાં ઉડાન ભરનારી પ્રથમ મહિલા બની ગઈ છે. 
 

 એયરો ઈન્ડિયા શોઃ પીવી સિંધુએ ભારતમાં બનેલા તેજસ ફાઇટર જેટમાં ભરી ઉડાન

બેંગલુરૂઃ એયરો ઈન્ડિયા શોના ચોથા દિવસે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ભારતમાં બનેલા તેજસ ફાઇટરમાં ઉડાણ ભરી હતી. અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ પણ શનિવારે તેજસમાં ઉડાણ ભરશે. એયરો ઈન્ડિયા આ શોના ચોથા દિવસે ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીના રૂપે ઉજવી રહ્યું છે. સિંધુ તેજસમાં ઉડાણ ભરનારી પ્રથમ મહિલા બની ગઈ છે. 

fallbacks

એરફોર્સમાં સામેલ થયું તેજસ
તેજસને બુધવારે સવારે સૈન્ય ઉડ્ડયન નિયામત સેમિલાક તરફથી ફાઇનલ ઓપરેશન ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે તેજસ હથિયારબંદ ફાઇટર જેટ તરીકે એરફોર્સ સાથે જોડાઈ જશે. સેમિકાલના ચીફ એક્ઝિક્યુટિવ પી જયપાલે તેનું સર્ટિફિકેટ અને સેવા માટે મોકલવામાં આવતા દસ્તાવેજ ચીફ માર્શલ બીએસ ધનોઆને આપી દીધા હતા. 

પુલવામા હુમલા બાદ એર ડ્રિલમાં સામેલ થયું હતું તેજસ
આ તકે ધનોઆએ કહ્યું કે, આ એરફોર્સ માટે એક મહત્વનો પડાવ છે. આ એરક્રાફ્ટ પહેલા જ પોતાની મારક ક્ષમતાનું પ્રદર્શન કરી ચુક્યા છે. 16 ફેબ્રુઆરીએ રાજસ્થાનના પોખરણમાં એરફોર્સની વાયુશક્તિ ડ્રિલમાં તેજસે હવાથી જમીન અને હવાથી હવામાં માર કરવાની ક્ષમતા દેખાડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More