Home> Sports
Advertisement
Prev
Next

હું કેપ્ટન કે ક્રિકેટ બોર્ડ માટે નહીં, અફઘાનિસ્તાન માટે રમુ છું: રાશિદ ખાન

અફઘાનિસ્તાને સતત પાંચ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો જેથી ષડયંત્ર જેવી વાતો સામે આવવા લાગી છે અને તેમાં રાશિદનો ગુલબદીન સાથે ખરાબ સંબંધ પણ સામેલ છે.

હું કેપ્ટન કે ક્રિકેટ બોર્ડ માટે નહીં, અફઘાનિસ્તાન માટે રમુ છું: રાશિદ ખાન

સાઉથેમ્પ્ટનઃ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને કહ્યું, 'નતો હું ગુલબદીન માટે રમું છું અને ન તો ક્રિકેટ બોર્ડ (એસીબી) માટે, હું અફઘાનિસ્તાન માટે રમું છું. રાશિદે આ વાત ત્યારે કરી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું કેપ્ટન ગુલબદીન નાયબ સાથે તેના સંબંધો સારા નથી કારણ કે તેણે કેપ્ટનના બદલાવ પર નારાજગી વ્યક્ત કરી હતી.' રાશિદ અને અફઘાનિસ્તાનના એક અન્ય સુપરસ્ટાર મોહમ્મદ નબીએ વિશ્વકપ માટે અશગર અફઘાનના સ્થાને ગુલબદીનને કેપ્ટન બનાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. 

fallbacks

ખરાબ સંબંધ
અફઘાનિસ્તાને સતત પાંચ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો જેથી ષડયંત્ર જેવી વાતો સામે આવવા લાગી છે અને તેમાં રાશિદનો ગુલબદીન સાથે ખરાબ સંબંધ પણ સામેલ છે. તેનાથી આ સ્પિનરના પ્રદર્શન પર પણ અસર પડી છે અને તેણે વિશ્વકપમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. 

રાશિદે ભારતની વિરુદ્ધ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું, 'ગુલબદીનની સાથે મારો સંબંધ ખરાબ નથી. હું તેને પણ એટલો સહયોગ આપુ છું જેમ અશગર કેપ્ટન રહેતા તેને આપતો હતો. જો હું અશગરને મેદાન પર 50 ટકા સહયોગ આપતો હતો તો ગુલબદીનની સાથે મારો 100 ટકા સહયોગ છે.'

લક્ષ્મણ-ગાંગુલી સલાહકાર સમિતિ અથવા આઈપીએલમાંથી કોઈ એક પદને પસંદ કરેઃ BCCI

તેણે કહ્યું, 'ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ કોઈએ આ મુદ્દા પર વાત કરી નથી. મને લાગે છે કે મીડિયામાં તેને વધારીને રજૂ કરવામાં આવે છે. અમારા કેટલાક ખેલાડી છેલ્લા 15-16 વર્ષથી સાથે રમી રહ્યાં છે. તેથી જો એક દાયકા કરતા વધુ સમયથી કંઇ ફેરફાર થયો નથી તો એક બે દિવસમાં શું થઈ શકે છે.'

પરંતુ જ્યારે રાશિદને કેપ્ટનશિપમાં ફેરફાર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'હું ન તો ગુલબદીન માટે રમું છું અને ના તો ક્રિકેટ બોર્ડ માટે, હું મારા ધ્વજ, અફઘાનિસ્તાન માટે રમુ છું.' હું મારી ભૂમિકા જાણું છું અને મારૂ કામ આગળ પણ કરતો રહીશ. તેણે કહ્યું, મારૂ અને નબીનું ટ્વીટ અશગરના સમર્થનમાં નહતું. અમે અફઘાનિસ્તાન ક્રિકેટના સારા માટે અવાજ ઉઠાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More