IPL 2025 પહેલા એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન હઝરતુલ્લાહ ઝાઝાઈની નાની દીકરીનું ગુરુવારે 2 વર્ષની વયે અવસાન થયું હતું. હઝરતુલ્લા ઝાઝાઈના સાથી ક્રિકેટર કરીમ જનાતે સોશિયલ મીડિયા પર આ ખરાબ સમાચાર જાહેર કર્યા છે. કરીમ જનાતે હઝરતુલ્લા ઝાઝાઈ અને તેમના પરિવાર પ્રત્યે ઊંડા દુ:ખ અને સંવેદના વ્યક્ત કરતા આ આઘાતજનક સમાચાર શેર કર્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ સમુદાયે હઝરતુલ્લાહ ઝાઝાઈને સહાનુભૂતિના સંદેશા મોકલ્યા છે, જેથી તે અને તેમનો પરિવાર આ ભયંકર દુર્ઘટનામાંથી બહાર આવી શકે.
IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જસપ્રિત બુમરાહને લઈને આવ્યા ખરાબ સમાચાર
ક્રિકેટર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
હઝરતુલ્લા ઝાઝાઈની દીકરીના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હઝરતુલ્લાહ ઝાઝાઈના સાથી ક્રિકેટર કરીમ જનાતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'તમારા બધા સાથે આ સમાચાર શેર કરતા મને ખૂબ જ દુઃખ થાય છે કે મારા નજીકના ભાઈ જેવા મિત્ર હઝરતુલ્લા ઝાઝાઈએ તેમની દીકરી ગુમાવી છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં તેમના અને તેમના પરિવાર માટે મારું દિલ ભરાઈ આવ્યું છે. મારી ઊંડી સંવેદના હઝરતુલ્લાહ ઝાઝાઈ અને તેમના પરિવાર સાથે છે.
હઝરતુલ્લા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમમાં નહોતો
હઝરતુલ્લા ઝાઝાઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ નહોતો. હઝરતુલ્લા ઝાઝાઈએ 2016માં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની ODI મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હઝરતુલ્લા ઝાઝાઈએ અફઘાનિસ્તાન માટે અત્યાર સુધીમાં 16 ODI ઈન્ટરનેશનલ અને 45 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. હઝરતુલ્લા ઝાઝાઈએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 361 રન અને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1160 રન બનાવ્યા છે.
ભારતના ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ખેલાડીની દુ:ખદ આપવીતી, ખુલ્યું ચોંકાવનારું રહસ્ય
T20 ઇન્ટરનેશનલમાં ઐતિહાસિક ઇનિંગ રમી
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજી સૌથી વધુ વ્યક્તિગત ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ હઝરતુલ્લાહ ઝાઝાઈના નામે છે. હઝરતુલ્લા ઝાઝાઈએ 23 ફેબ્રુઆરી 2019ના રોજ દેહરાદૂનમાં આયર્લેન્ડ સામે માત્ર 62 બોલમાં 162 રન બનાવ્યા હતા. હઝરતુલ્લા ઝાઝાઈએ 261.29ના સ્ટ્રાઈક રેટથી રન બનાવતા 11 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. હઝરતુલ્લા ઝાઝાઈએ છેલ્લે 11 ડિસેમ્બર 2024ના રોજ ઝિમ્બાબ્વે સામે T20I શ્રેણીમાં અફઘાનિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે