Home> Sports
Advertisement
Prev
Next

TikTok બેન થતાં અશ્વિને કર્યો ડેવિડ વોર્નરને ટ્રોલ, ફેન્સે પણ લીધી મજા

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ચાઇનીઝ એપ ટિકટોક પર ખૂબ એક્ટિવ થઇ ગયા છે. તેમણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા ડાન્સિંગ અને ફની વીડિયોઝ અપલોડ કર્યા છે, જેને ભારતીય ક્રિકેટ ફેન્સે ખૂબ પસંદ કર્યા છે.

TikTok બેન થતાં અશ્વિને કર્યો ડેવિડ વોર્નરને ટ્રોલ, ફેન્સે પણ લીધી મજા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) સોશિયલ મીડિયા મસ્તી કરવા માટે જાણિતા છે, જ્યારે 29 જૂનના રોજ ભારતમાં ટિકટોક (TikTok) સહિત 59 એપ્સ બેન કરી દીધી, ત્યારે અશ્વિને તેને લઇને ટ્વિટ કર્યું. 

fallbacks

જ્યારથી કોરોના વાયરસના લીધે લોકડાઉન થયું છે. ત્યારથી ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ચાઇનીઝ એપ ટિકટોક પર ખૂબ એક્ટિવ થઇ ગયા છે. તેમણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા ડાન્સિંગ અને ફની વીડિયોઝ અપલોડ કર્યા છે, જેને ભારતીય ક્રિકેટ ફેન્સે ખૂબ પસંદ કર્યા છે.  

ભારતમાં ટિકટોક પ્રતિબંધ થવાના સમાચાર જ્યારે એક ટ્વિટર યૂઝરે પોતાના એકાઉન્ટ પર શેર કરી, ત્યારે અશ્વિનએ ડેવિડ વોર્નરને ટેગ કરતાં લખ્યું 'ઓપ્પો અનવર" અશ્વિન તમિલ ભાષામાં આ એમ કહેવા માંગે છે, 'ડેવિડ વોર્નર હવે શું કરશે? 

અશ્વિનનું અ ટ્વિટ વાયરસ થઇ ગયું. ત્યારબાદ ઘણા ક્રિકેટ ફેન્સે પણ ઓસ્ટ્રેલિયાઇ ખેલાડીની મજા લીધી. જોન્સ નામના યૂઝરે લખ્યું 'અફવા ઉડી રહી છે કે આઇપીએલ માટે ડેવિડ વોર્નર હવે ભારતમાં યાત્રા નહી કરે કારણ કે હવે અહીં ટિકટોક બેન થઇ ગયું છે. 

માન્યા નામની યૂઝરે લખ્યું 'આ ગત 2 વર્ષોમાં બીજીવાર થયું છે જ્યારે ડેવિડ વોર્નરને પોતાના કેરિયરથી અલગ થવું પડ્યું છે. 

એક યૂઝરે ડેવિડ વોર્નરનો રડતો ફોટો શેર કર્યો છે, અને લખ્યું છે કે 'જ્યારે તમે એક દિવસમાં બધા દર્શક ગુમાવી દો છો. 

ભારત સરકારે સુરક્ષાના કારણોનો હવાલો આપતાં ઘણી ચાઇનીઝ એપને બેન કરી છે, જેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર અને કેમ સ્કેનર સામેલ છે. આ એપ્સ બેન થઇ જતાં ઘણા યૂજર્સનો મોટો આંચકો લાગ્યો છે.
 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More