Home> Sports
Advertisement
Prev
Next

PAKvsAUS:હાફિઝ બાદ હૈરિસ સોહેલની પણ સદી, પાકિસ્તાને બનાવ્યો વિશાળ સ્કોર

પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયાની સામે પહેલી ટેસ્ટના બીજા દિવસે 482 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમની પણ સારી શરૂઆત 

PAKvsAUS:હાફિઝ બાદ હૈરિસ સોહેલની પણ સદી, પાકિસ્તાને બનાવ્યો વિશાળ સ્કોર

દુબઇ: પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં બીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 482 રન કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની ટીમ તરફથી મોહમ્મદ હફીઝ(126) બાદ પણ હૈરિસ સોહૈલ(110)એ પણ સદી ફટકારી હતી. સૌહૈલની આ પ્રથમ ટેસ્ટ સદી છે. આ મેચમાં દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

fallbacks

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના મોટા સ્કોરનો પીછો કરતા સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલીયન ટીમે સોમવારે બીજા દિવસના અંત સુધીમાં 13 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 30 રનનો સ્કોર કરી દીધો હતો. ઉસ્માન ખ્વાઝા(17) અને ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા એરોન ફિંચ(13)ની ઓપનિંગ જોડી ક્રીઝ પર યથાવત રહી હતી. 

મેચમાં પહાલા દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરોએ મોહમ્મદ હફિઝને હેરાન કર્યો હતો. તો બીજા દિવસે મેહમાન ટીમ સોહૈલ અને અશદની સામે નતમસ્તક દેખાઇ હતી. બંન્નેએ પાંચમી વિકેટ માટે 150 રનની ભાગીદારી કરવામાં આવી હતી. જ્યારે સૌહેલની પણ ટેસ્ટ મેચમાં આ પ્રથમ સદી છે.

fallbacks

પાકિસ્તાને દિવસની શરૂઆત ત્રણ વિકેટના નુકસાન પર 255 રનો સાથે શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ ગિવસે સોહેલ સાથે નોટઆઉટ પાછો ફરનાર મોહમ્મદ અબ્બાસ(1) સ્કોર બોર્ડ પર એક પણ રનનો વધારો કર્યા વિના 260 રનના સ્કોર પર પીટર સીડલના બોલ પર આઉટ થયો હતો. 

ત્યારબાદા સોહેલ અને શફીકની 100 રનની ભાગીદારીથી પાકિસ્તાનનો સ્કોર 400ની પાર પહોચાડી દીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે આ મેચમાં ડેબ્યૂ કરનારા માર્નસે શફીકને 410 રનના સ્કોર પર આઉટ કરીને ભાગીદારી તોડી હતી. 

આ બાદ પાકિસ્તાનની બેસ્ટમેન એક-એક કરીને પવેલિયન તરફ વળ્યાં હતા. સદી પૂરી કર્યા બાદ થોડા સમય ક્રિઝ પર રહ્યા બાદ સોહેલ પણ નાથન લૉયનના બોલ પર આઉટ થયો. સોહેલની વિકેટ 456 રન સ્કોર પર પડી હતી. સૌહેલએ તેની સદી 240 બોલ રમીને આઠ ચોક્કા અને બે છક્કા મર્યા હતા. તેના આઉટ થયાના થોડીક જ વારમાં પાકિસ્તાની ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. મહત્વનું છે, કે ઓસ્ટ્રેલિયા તરફથી લીએ સીડલે ત્રણ, લૉયને 2 વિકેટ, મિચેલ સ્ટાર્ક, જોન હોલેન્ડ, માર્નસને 1-1 વિકેટ મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More