Home> Sports
Advertisement
Prev
Next

Corona: પેટ કમિન્સ બાદ મદદ માટે આગળ આવ્યો બ્રેટ લી, કહ્યું- ભારત મારૂ બીજુ ઘર

ભારતમાં કોરોના સંકટ વચ્ચે હવે વિદેશી ખેલાડીઓ પણ મદદ માટે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ મદદની જાહેરાત કરી છે. 

Corona: પેટ કમિન્સ બાદ મદદ માટે આગળ આવ્યો બ્રેટ લી, કહ્યું- ભારત મારૂ બીજુ ઘર

નવી દિલ્હીઃ પેટ કમિન્સ બાદ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી (Brett Lee) મંગળવારે કોરોના મહામારી વિરુદ્ધ લડાઈમાં ભારતની મદદ માટે આગળ આવ્યો છે. લીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યુ કે, તે ભારતમાં હોસ્પિટલો માટે ઓક્સિજનની કમી માટે 1 બિટકોઈન (લગભગ 42 લાખ રૂપિયા) દાન કરશે. બ્રેટ લીએ કહ્યુ કે, ભારત હંમેશા તેના માટે બીજા ઘર સમાન રહ્યું છે. તેને પોતાના કરિયર દરમિયાન અને નિવૃતિ બાદ આ દેશના લોકો પાસે જે પ્રેમ અને સ્નેહ મળ્યો છે, તે તેના દિલમાં વિશેષ સ્થાન રાખે છે. મહામારીને કારણે લોકોને સંઘર્ષ કરતા જોવા તેના માટે દુખદ છે. સૌભાગ્યની વાત છે કે તે લોકોની મદદ કરી શકે છે. તેને જોતા તે ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજન માટે 1 બિટકોઈન દાન કરવા ઈચ્છે છે. 

fallbacks

બ્રિટ લીએ આગળ કહ્યુ કે, આ બધાએ એક થવાનો સમય છે અને આપણે તે નક્કી કરીએ કે જરૂરીયાત મંદ લોકોની મદદ કરી શકીએ. તે બધા ફ્રંટલાઇન વર્કર્સને પણ અભિનંદન કહેવા ઈચ્છે છે, જે મુશ્કેલ સમય દરમિયાન 24 કલાક કામ કરી રહ્યા છે. તેણે લોકોને વિનંતી કરી કે ધ્યાન રાખો, ઘર પર રહો, હાથ સાફ કરો અને જરૂરી હોય તો ઘરની બહાર નિકળો. માસ્ક પહેરો અને સામાજીક દૂરીનું પાલન કરો. પેણે પેટ કમિન્સને પણ શુભેચ્છા આપી છે. 

મહત્વનું છે કે કોલકત્તા નાઇટ રાઇડર્સના ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સે સોમવારે ભારતમાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી દૂર કરવા માટે પીએમ કેર ફંડમાં 50000 ડોલર (આશરે 38 લાખ રૂપિયા) આપવાની જાહેરાત કરી હતી. કમિન્સે સાથે આઈપીએલ જારી રાખવાનું સમર્થન કર્યુ હતું. તેણે ટ્વિટર પર આ જાહેરાત કરી અને અન્ય ખેલાડીઓને પણ મદદ માટે આગળ આવવાની વિનંતી કરી કારણ કે ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. 

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More