Ahmedabad Property Market અમદાવાદ : ઓલિમ્પક 2036 ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે ઓલિમ્પિક માટે મોદી સ્ટેડિયમની આસપાસ વિલેજ માટે જમીનની શોધ ચાલી રહી છે. ત્યારે સરાકરની નજર અમદાવાદના એસજી હાઈવે પર આવેલ એક જમીન પર પડી છે. જે નારણપુરાના સ્પોર્ટ્સ સંકુલના એરિયા કરતાં મોટો પ્લોટ છે. 2036 માં ઓલિમ્પિક માટે TP-204 માં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. આ વિસ્તાર નારણપુરા સ્પોર્ટસ સંકુલ કરતા પણ મોટો છે.
વર્ષ 2036 ની ઓલિમ્પિક ગુજરાતમાં રમાય તે માટે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે અમદાવાદમાં મહામૂલી જમીન શોધવામાં આવી રહી છે, જ્યાં આ મહોત્સવ રમાશે. ત્યારે ગુજરાત ઓલિમ્પિકની યજમાની કરવાની તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. અમદાવાદ શહેરની સૌથી મોટી TP સ્કીમ-૨૦૪માં અંદાજે ૧ લાખ ચોમી એરિયામાં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું આયોજન હાથ ધરાયું છે.
કંજૂસ ગુજરાતીઓ! સુખી સંપન્ન રાજ્ય હોવા છતાં મનરેગાના મજૂરોને ચૂકવાય છે ઓછો પગાર
ક્યાં આવેલી છે આ જમીન
એસજી હાઈવે, મુમતપુરા અને એસપી રિંગ રોડની વચ્ચે 1 લાખ ચોરસ મીટરનો પ્લોટ આવેલો છે. જે એએમસી દ્વારા રિઝર્વ રખાયો છે. ત્યારે આ પ્લોટ પર સરકાર 2036 ની ઓલિમ્પક રમાડવા માટેનુ આયોજન કરી રહી છે. અહીં 650 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ કરતા વધુ મોટો છે.
આ સમગ્ર વિસ્તારમાં ઓલિમ્પિકની રમતો રમાશે. આ પ્લોટ પહેલા પાર્કસ એન્ડ ગાર્ડન માટે રિઝર્વ રખાયો હતો. પરંતું હવે તેને સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવાયો છે. આ વિસ્તાર આંબલી, ઘુમા, જોધપુર, શેલા, વેજલપુર, પહલાદનગર, સરખેજ, મકરબા અને આસપાસના વિસ્તારોને જોડે છે.
તાજેતરમાં AMCની ટાઉન પ્લાનિંગ કમિટીમાં સૂચિત TP-૨૦૪માં મૂળ ખંડમાંથી ૪૦ ટકા કપાત કરવા સહિતના સૂચનો સાથેની દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારના TPOને મોકલી અપાતા શહેરની સૌથી મોટી આ ટીપીમાં ૪૦ ટકા કપાત કરવા માટેનો માર્ગ મોકળો થયો છે.
દુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે