Home> Sports
Advertisement
Prev
Next

Yashasvi Jaiswal: મેદાન પર વારંવાર આ હરકત કરી રહ્યો હતો યશસ્વી, રહાણેએ મોકલી દીધો બહાર

Yashasvi Jaiswal: દુલીપ ટ્રોફીની ફાઇનલમાં યુવા બેટર યશસ્વી જાયસવાલે પોતાની ટીમ વેસ્ટ ઝોનના કેપ્ટન અજ્કિંય રહાણેના ગુસ્સાનો શિકાર થવું પડ્યું. મેચ દરમિયાન રવિ તેજા સાથે વારંવાર સ્લેજિંગ કરવાને કારણે તેને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. 

Yashasvi Jaiswal: મેદાન પર વારંવાર આ હરકત કરી રહ્યો હતો યશસ્વી, રહાણેએ મોકલી દીધો બહાર

ચેન્નઈઃ દુલીપ ટ્રોફીની ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનના કેપ્ટન અજિંક્ય રહાણે ટીમના સાથી ખેલાડી યશસ્વી જાયસવાલ પર ભડકી ઉઠ્યો અને તેને મેદાનમાંથી બહાર મોકલી દીધો હતો. આ ઘટના સાઉથ ઝોન વિરુદ્ધ ફાઇનલ મેચની છે જ્યારે 20 વર્ષીય યશસ્વી રવિ તેજા સાથે ટક્કર કરતો જોવા મળ્યો હતો. યશસ્વી વારંવાર તેને સ્લેજ કરી રહ્યો હતો. ત્યારબાદ રવિએ તેની ફરિયાદ અમ્પાયરને કરી દીધી. ત્યારબાદ વેસ્ટ ઝોનના કેપ્ટન રહાણેએ યશસ્વીને સમજાવ્યો પરંતુ ત્યારબાદ પણ યશસ્વી માન્યો નહીં ત્યાર બાદ રહાણેએ જે કર્યું તે ચોંકાવનારૂ હતું. 

fallbacks

રહાણેએ લાઇવ મેચમાં યશસ્વીને મેદાન બહાર મોકલી દીધો. કેપ્ટને તેના બદલે કોઈ અન્ય બીજા ફીલ્ડરને બોલાવ્યો નહીં અને 10 ખેલાડી સાથે મેચ આ આગળ વધારી. પરંતુ સાત ઓવર બાદ યશસ્વીને ફરી મેદાન પર પરત બોલાવી લેવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે દુલીપ ટ્રોફીની આ ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનની ટીમે સાઉથ ઝોનને 294 રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. વેસ્ટ ઝોને સાઉથની સામે 529 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો પરંતુ ટીમ માત્ર 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

યશસ્વીએ ફટકારી હતી બેવડી સદી
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં વેસ્ટ ઝોનની જીતમાં યશસ્વી જાયસવાલની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી. મેચમાં તેણે 265 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 323 બોલનો સામનો કરતા 30 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. યશસ્વી સિવાય વેસ્ટ ઝોન માટે સરફરાઝ ખાને પણ અણનમ 127 રન ફટકાર્યા હતા. આ બંને ખેલાડીઓની મદદથી વેસ્ટ ઝોને પોતાની બીજી ઈનિંગ 4 વિકેટ પર 585 રન બનાવી ડિકલેર કરી હતી. 

દુલીપ ટ્રોફીની ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 270 રન બનાવ્યા. જેના જવાબમાં સાઉથ ઝોનની ટીમે 327 રન બનાવી 57 રનની લીડ મેળવી હતી. પરંતુ બીજી ઈનિંગમાં વેસ્ટ ઝોને દમદાર વાપસી કરી હતી. 

મેચ રેફરીએ યશસ્વી સાથે કરી વાત
ટાઇટલ જીત બાદ વેસ્ટ ઝોનના યુવા બેટર યશસ્વીને પ્લેયર ઓફ ધ પસંદ કરવામાં આવ્યો હતો. મુકાબલા બાદ જોવા મળ્યું કે મેચ રેફરી નારાયણકુટ્ટી ખભા પર હાથ રાખી સમજાવી રહ્યા હતા. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યશસ્વી પર કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ મેદાન પર તેણે જે કર્યું તેને એક સારૂ ઉદાહરણ માની શકાય નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More