Home> Sports
Advertisement
Prev
Next

Ind vs Eng: અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, આ કરનાર ભારતનો બીજો સ્પિનર

અમદાવાદ ટેસ્ટ મેચમાં (Ahmedabad Test Match) ઇંગ્લેન્ડની (India vs Englend) બીજી ઇનિંગમાં અક્ષર પટેલે (Akshar Patel) કમાલની બોલિંગ કરી અને પ્રથમ બોલ પર ઇંગ્લેન્ડના બેટ્સમેન જેક બ્રાઉલીને આઉટ કર્યો છે. આ કરવાની સાથે સ્પિનર અક્ષર પટેલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પટેલ ટેસ્ટ વિકેટના ઇતિહાસમાં એવો ચોથો સ્પિનર બન્યો છે જેણે ઇનિંગના પ્રથમ બોલ પર જ વિકેટ લીધી હોય. ત્યારે પટેલ ભારતનો બીજો સ્પિનર છે જે ઇનિંગના પહેલા બોલ પર જ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, આ સિરીઝમાં અશ્વિને પણ આ કમાલ કરી હતી.

Ind vs Eng: અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, આ કરનાર ભારતનો બીજો સ્પિનર

નવી દિલ્હી: અમદાવાદ ટેસ્ટ મેચમાં (Ahmedabad Test Match) ઇંગ્લેન્ડની (India vs Englend) બીજી ઇનિંગમાં અક્ષર પટેલે (Akshar Patel) કમાલની બોલિંગ કરી અને પ્રથમ બોલ પર ઇંગ્લેન્ડના બેટ્સમેન જેક બ્રાઉલીને આઉટ કર્યો છે. આ કરવાની સાથે સ્પિનર અક્ષર પટેલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પટેલ ટેસ્ટ વિકેટના ઇતિહાસમાં એવો ચોથો સ્પિનર બન્યો છે જેણે ઇનિંગના પ્રથમ બોલ પર જ વિકેટ લીધી હોય. ત્યારે પટેલ ભારતનો બીજો સ્પિનર છે જે ઇનિંગના પહેલા બોલ પર જ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, આ સિરીઝમાં અશ્વિને પણ આ કમાલ કરી હતી.

fallbacks

તમને જણાવી દઇએ કે, ટેસ્ટ ક્રિકેટમાં આ કમાલ કરનાર બોબી પીલ, એલબર્ટ બોગલર અને અશ્વિન કરી ચૂક્યા છે. વેસ્ટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલા 1888 માં ઇંગ્લેન્ડના સ્પિનર બોબી પીલે ઓસ્ટ્રેલિયાના એલેક બેનરમેનને ઇનિંગના પહેલા બોલ પર આઉટ કર્યો હતો.

આ પણ વાંચો:- લોકલ બોય અક્ષર પટેલનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તરખાટ, અમદાવાદ ટેસ્ટમાં ઝડપી 11 વિકેટ

તમને જણાવી દઇએ કે, ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 112 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે 145 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 5 અને જેક લીચે 4 વિકેટ ઝડપી હતી. બંને ટીમોના સ્પિનરોએ કમાલની બોલિંગ કરી બેટ્સમેનોને પિચ પર નચાવ્યા હતા.

આ પણ વાંચો:- IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અશ્વિને બનાવ્યો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં પૂરી કરી 400 વિકેટ

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ સિરીઝની છેલ્લી બે ટેસ્ટ આ મેદાન પર રમાવવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More