Home> Sports
Advertisement
Prev
Next

ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટઃ પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં બહાર, પ્રણયને હરાવીને પ્રણીત બીજા રાઉન્ડમાં

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પાસે તમામને ટાઇટલની આશા હતી પરંતુ તે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે. 
 

 ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટઃ પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં બહાર, પ્રણયને હરાવીને પ્રણીત બીજા રાઉન્ડમાં

બર્મિંઘમઃ વિશ્વની છઠ્ઠા નંબરની મહિલા શટલર પીવી સિંધુ બુધવારે અહીં ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ છે. તેને મહિલા સિંગલ્સમાં દક્ષિણ કોરિયાની સુંગ જી હ્યૂને 21-16, 20-22, 21-18થી પરાજય આપ્યો હતો. તો પુરૂષ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 26 ભારતીય શટલર બી સાઈ પ્રણીતે હમવતન એચએસ પ્રણોયને 21-19, 21-19થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 

fallbacks

પ્રણીતે પ્રણયને 10 વર્ષ બાદ હરાવ્યો
પુરૂષ સિંગલ્સમાં પ્રણીતે વર્લ્ડ નંબર 19 પ્રણયને હરાવવામાં 52 મિનિટનો સમય લીધો હતો. આંતરરાષ્ટ્રીય કરિયરમાં બંન્ને શટલરનો ચોથી વખત કોર્ટ પર સામનો થયો હતો. આ જીત સાથે પ્રણીતે પ્રણય વિરુદ્ધ જીત-હારનો રેકોર્ડ 2-2થી બરોબર કરી લીધો છે. પ્રણીતે આ પહેલા 2009માં સૈયદ મોદી ગ્રાન્ડ પ્રિક્સમાં પ્રણયને હરાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More